ગુજરાત

gujarat

ETV Bharat / state

અને અહીં બને છે આકર્ષક ગરબા...જેની માંગ છે ગુજરાતના તમામ તીર્થધામોમાં.... - Nvaratri celebration news of Jamnagar

જામનગરઃ નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ જોવા મળે છે. લોકો આઠ દિવસ સુધી ગરબાનું પૂજન કરી નવમાં દિવસે તેને પાણીમાં વિસર્જન કરે છે. કહેવાય છે કે, નવલી રાત્રીના દિવસે ગરબાની પૂજા દરમિયાન માઁ અંબા ગરબે ઘૂમે છે. જેથી આ ગરબા પૂજનનું અનેરું મહત્વ જોવા મળે છે.પહેલા સાદા માટીના ગરબા મૂકીને તેની પૂજા થતી હતી. પણ હવે  ગરબાને બનાવટ પહેલાની સરખાણીએ વધુ આકર્ષક હોય છે. જામનગરમાં રહેતાં નયનાબેન પણ આવા જ સુંદર ગરબા બનાવે છે, તો ચાલો તેમની પાસેથી સમજીએ ગરબાનું મહત્વ..

etv

By

Published : Sep 27, 2019, 11:40 AM IST

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં નયનાબેન સંચાણીયા છેલ્લા 14 વર્ષથી ગરબા બનાવે છે. જામનગરમાં તેમણે બનાવેલાં ગરબાની ભારે માગ જોવા મળે છે. તેઓ આભલાં, નંગ અને સુંદર રંગોની વિવિધ ડીઝાઈન બનાવીને સુંદર ગરબા તૈયાર કરે છે.

નયનાબેન ગરબા બનાવટ અંગે જણાવ્યું હતું કે, "તેમને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. એટલે કળાને જીવતી રાખવા માટે ગરબાને સુશોભિત કરવાનું શરૂ કર્યુ હતું. હાલ, તેઓ પાટુડી, કાંગરી, ઘડતરિયા અને ગાગરી જેવા વિવિધ પ્રકારના ગરબા બનાવે છે. જામનગર અને ભાવનગર સહિત અનેક જગ્યાએથી લોકો તેમના ગરબા લેવા માટે આવે છે. નવરાત્રીમાં તો ખાસ લોકો વિશેષ અને સુંદર ગરબાની માગ કરે છે. જેથી લોકોની પસંદ અને ગરબાની ગરીમાને જાળવીને સુંદર ગરબા બનાવવાનો પ્રયત્ન કરે છે."

આમ, નવલા નોરતાના દિવસો આંગળીને ટેરવે ગણાઈ રહ્યાં છે, ત્યારે બજારમાં ખૈલેયાઓની ભીડનો ધસારો જોવા મળી રહ્યો છે. સુંદર ગરબા, ચણીયા ચોળી અને માઁ અંબાના શૃંગાર તેમજ પૂજા સામગ્રીની માગ વધી રહી છે. વરસાદી વાતારણમાં પણ લોકોમાં નવરાત્રીના રમવાના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરથી લોકો બમણાં ઉત્સાહની ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details