જામનગરની જી,જી.હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં સળગતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નર્સિંગ બ્રધર પર દર્દીના સગાએ તપલી દાવ કરતા હોસ્પિટલ નર્સીગ સ્ટાફમાં ભારે નારાજગી જોવા મળી હતી. દાખલ આફ્રિદી ભાઈના સગાએ શનિવારના રોજ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફને લાફો મારી દેતા ભારે દોડધામ મચી ગઇ હતી.
જી જી હોસ્પિટલમાં નર્સિંગ બ્રધર પર દર્દીના સગાએ કર્યો હુમલો - જામનગરની જી જી હોસ્પિટલ
જામનગર: જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ બ્રધર પર દર્દીના સગાએ હુમલો કરતા નર્સીગ સ્ટાફમાં ભારે નારાજગી જોવા મળી હતી. બાદમાં નર્સિંગ સ્ટાફના તમામ સભ્યો, મેમ્બરો ડીન ઓફિસમાં પહોંચ્યા હતાં.

etv bharat
જી જી હોસ્પિટલમાં નર્સિંગ બ્રધર પર દર્દીના સગાએ કર્યો હુમલો
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં ફરજ બજાવતા ભીખાભાઈ લગારીને દર્દીના સગાએ લાફો મારી દેતા સમગ્ર નર્સિંગ સ્ટાફમાં નારાજગી જોવા મળી હતી અને હોસ્પિટલના ડીનને રજૂઆત કરવા માટે નર્સિંગ સ્ટાફના તમામ મેમ્બરો ડીન ઓફિસમાં પહોંચ્યા હતાં, ત્યાં અવાર-નવાર ડોક્ટર અને નર્સીગ સ્ટાફ ઉપર હુમલા થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.