ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, 20 KGના 1251 ભાવ - news in Jamnagar

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી સીઝનના નવા ધાણાની આવક શરૂ થઇ છે. જેમાં પ્રથમ દિવસે 160 જેટલી બોરીની આવક થઈ છે અને ખેડૂતોને ધાણાના ભાવ પણ સારા મળ્યા છે.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, 20 KGના 1251 ભાવ
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, 20 KGના 1251 ભાવ

By

Published : Jan 22, 2021, 3:25 PM IST

Updated : Jan 22, 2021, 3:35 PM IST

  • સીઝનના નવા ધાણાની આવક શરૂ થઇ
  • પ્રથમ દિવસે 160 જેટલી બોરીની આવક થઈ
  • ખેડૂતોને ઘણાના ભાવ પણ સારા મળ્યા

જામનગર: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી સીઝનના નવા ધાણાની આવક શરૂ થઇ છે. જેમાં પ્રથમ દિવસે 160 જેટલી બોરીની આવક થઈ છે અને ખેડૂતોને ઘણાના ભાવ પણ સારા મળ્યા છે.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, 20 KGના 1251 ભાવ

યાર્ડમાં પ્રથમ દિવસે 160 બોરીની આવક

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળ્યા છે. તો અજમાની આવક પણ શરૂ થઈ છે. ત્યારે હવે ધાણાનો પાક થઈ જતા યાર્ડમાં નવા ધાણાની આવક થઈ છે.

મગફળી બાદ અજમાના ભાવ પણ ખેડૂતોને ઉંચા મળ્યા

જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીનો ઉંચો ભાવ મળ્યો હતો. તો અજમાના ભાવ પણ યાર્ડમાં આસમાને હતા.જેનાથી હાલર પંથકના ખેડૂતોને વધુ ફાયદો થયો છે. આમ, હાલાર પથકમાં આ વર્ષે ચોમાસુ વરસાદ વધુ પડ્યો છે અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે.

Last Updated : Jan 22, 2021, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details