ગુજરાત

gujarat

ETV Bharat / state

GSFC કર્મીઓની ઘોર બેદરકારી, ગ્રામવાસીઓ ખતરામાં - employees

જામનગરઃ સિક્કા ગામમાંથી એમોનિયા અને એસિડ જેવા ભયંકર કેમિકલની પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇન જર્જરિત હાલતમાં છે. બીજી તરફ કંપની દ્વારા ગામની 12 ફૂટ જેટલી ઊંચી દિવાલ કરવાનું કામ શરૂ કરાયું છે. પરિણામે જો પાઇપલાઇન તૂટે તો ગ્રામજનો માટે હિટલરની ગેસ ચેમ્બર જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી ભીતિ છે.

jmr

By

Published : Apr 10, 2019, 10:29 AM IST

મળતી વિગતો મુજબ, સિક્કા ગામમાં આવેલી મોટી ખાવડી સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન જેમની એમોનિયા તથા એસિડ જેવા ભયંકર પદાર્થોની પાઇપલાઇન સિક્કા ગામમાંથી પસાર થાય છે. આ પાઇપ લાઇન 32 વર્ષ પહેલા બનેલી છે અને ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી તથા અવારનવાર લિકેજ થતી હોય છે. જે અંગે જવાબદારોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ GSFCના કર્મચારીઓ કે ઓફિસરો દ્વારા આ બાબતને નજર અંદાજ કરવામા આવે છે.

બીજી તરફ આ પાઇપ લાઇન પોલ ઉપરથી પસાર થતી હોવાથી ફરતી બાઉન્ડ્રીના સ્વરૂપમાં 12 ફૂટ જેવી દિવાલ ચણવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. આ સંજોગોમાં સિક્કા ગામ નીચાણવાળા વિસ્તારમાં સમાવેશ થતું હોવાથી જેના અનુસંધાને જો આ કંપની ગામની ફરતે દિવાલ ઊભી કરી નાખે તો ચોમાસાનું પાણી લોકોના ઘરમાં તેમજ આજુબાજુના વાડી વિસ્તારમાં ભરાઈ જાય તેવી શક્યતા છે. આજુબાજુમાં ખેડૂતો ખેતી પણ કરે છે, તેમના પાકને પણ પુરેપુરો નુકસાન થવાનો ભય છે. સાથે-સાથે દુર્ભાગ્યે કારણોસર જો એમોનિયા કે એસિડ જેવી ખતરનાક પાઇપલાઇન લીકેજ થાય તો લોકોને પોતાનો જીવ બચાવવા ભાગવાનો સમય પણ આ દિવાલના કારણે મળશે નહીં.

ઉપરાંત કંપનીની દિવાલ નજીક મુસ્લિમ સમાજ, દલિત સમાજ, બાવાજી સમાજના કબ્રસ્તાનો આવેલા છે. જો આ દિવાલનો તાત્કાલિક ધોરણે બાંધકામ રોકવામાં નહીં આવે ઘણી બધી સમસ્યાઓનો સામનો આ ગામના લોકોને કરવો પડે જેના અનુસંધાને એડવોકેટ હારૂન કે. પલેજા, સિકકા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુનસ આલી હુંદડા, આમીન હુશેન મેપાણી, અજીજ મામંદ ખેડુ, હારૂન ઈબ્રાહિમ ચમડિયા સહિતના કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી હતી અને જો સિક્કા ગામની આ સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details