જામનગર કોંગ્રેસ ઉમેદવાર જેન્તી સભાયા અને લોકસભાના ઉમેદવાર મુળુ કંડોરીયા બંન્નેએ સાથે મળીને જનસંપર્ક માટે લોકોની સમસ્યાઓ સમજવા તેમની મુલાકાતે ગયા હતા. જેમાં ખારા બેરાજા, માધાપર ભુંગા, ઢીચડા, લાખાબાવળ, દરેડ, કનસુમરા, મસીતીયા તેમજ બેડી વગેરે ગામોએ જઇને જનસંપર્ક કર્યો હતો.
જામનગરના કોંગ્રેસ ઉમેદવાર સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન જનસંપર્કમાં જોડાયા - gujaratinews
જામનગર: લોકસભાની ચૂંટણીમાં હવે જ્યારે સમય સાવ નજીક આવી ગયો છે, ત્યારે બંને રાજકીય પક્ષોએ પૂરઝડપે પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો છે. તેવામાં જામનગર 77 ગ્રામ્ય કોંગ્રેસના ઉમેદવાર જેન્તી સભાયાએ ઠેર-ઠેર ગામડે જઇને સભાઓ યોજી હતી. સાથે જ લોકોની સમસ્યાઓ સમજવાનો અને જો તે ચૂંટાઇ જશે તો તેઓ લોકોને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવા વાયદાઓ પણ કર્યા હતા.
કોંગ્રેસ ઉમેદવાર સાથે નયનાબા જાડેજા જનસંપર્કમાં જોડાયા
આ તમામ ગામડાઓમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેઓનું ગામડે-ગામડે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જનસંપર્કમાં નવનિયુક્ત મહિલા કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા પણ જોડાયા હતા.