ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના વાલસુરામાં નૌ સેના દિવસની ભવ્ય ઉજવણી, જવાનોએ કર્યુ મશાલ પ્રદર્શન - Navy Day

4 ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં પણ નૌ સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં નેવી ડે અંતર્ગત બીટીંગ ઘ રિટ્રીટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Navy
Navy

By

Published : Dec 5, 2020, 10:43 AM IST

Updated : Dec 5, 2020, 1:39 PM IST

  • જામનગરના વાલસુરામાં નેવી ડે ની ઉજવણી
  • INS વાલસુરા તાલીમ શાળામાં બીટીંગ ઘ રિટ્રીટ કાર્યક્રમ યોજાયો
  • બીટીંગ ઘ રિટ્રીટ કાર્યક્રમમાં જવાનોએ કર્યુ પ્રદર્શન



જામનગરઃ 4 ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં પણ નૌ સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં નેવી ડે અંતર્ગત બીટીંગ ઘ રિટ્રીટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નેવી ડે ની કરાઈ ઉજવણી

જામનગર INS વાલસુરા તાલીમ શાળામાં નૌ સેના દિવસની ઉજવણી અંતર્ગત બીટીંગ ઘ રિટ્રીટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જવાનોએ દિલ ધડક કવાયત રજૂ કરી હતી. નૌ સેનાના જવાનોના અંગ કસરતના દાવ, મસાલ પ્રદર્શન હથિયારો સાથે પરેડથી દર્શકો મંત્રમુગ્ધ થયાં હતાં. જામનગર-વાલસુરા નૌ સેના દિવસ વર્ષ 20-20ની ઉજવણી અંતર્ગત શુક્રવારે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં નૌસેના બેન્ડે સંગીતની સુરાવલી સાથે હદય સપરર્શી ગીતોની ધૂન રજૂ કરી હતી.

જામનગરના વાલસુરામાં નૌ સેના દિવસની ભવ્ય ઉજવણી
જવાનોએ કર્યુ પ્રદર્શન

તદુપરાંત આ કાર્યક્રમમાં નૌ સેનાના જવાનોએ અંગ કસરતને દીલધડક કવાયત અને પ્રશિક્ષણ મસાલ પ્રદર્શન કર્યું હતું. સાથે સાથે અહીં અભ્યાસ કરતાં વાલસુરા અધિકારીઓ તથા જવાનોની શારીરિક ક્ષમતા તથા ક્ષમતાને નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થયા હતાં. વાલસુરા બેન્ડની સુમધુર સુરાવલીથી સૈન્ય પર દર્શકો વાહ પોકારી ઉઠયા હતા.


નોંધનીય છે કે વર્ષ 1971માં પાકિસ્તાનને તેના ઇલાકામાં જઈ પરાજિત કરનાર નૌ સેના પર સૌ કોઈને ગર્વ છે. 3 ડિસેમ્બરે પાકિસ્તાને જામનગર પર રાત્રીના સમયે વિમાન મારફતે બૉમ્બ મારો કર્યો હતો. જોકે પાકિસ્તાનને ખ્યાલ પણ ન આવ્યો કે ભારત વળતો જવાબ કેમ આપશે અને ભારતે જામનગર વાલસૂરથી રાત્રીના સમયે જ દરિયાઈ માર્ગે નૌ સેનાની આગેવાનીમાં પાક પર હુમલો કર્યો હતો, અને પાકિસ્તાની હારબર બંદર એક રાતમાં નેસ્તનાબુદ કરી નાખ્યું હતું.


Last Updated : Dec 5, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details