નેશનલ એવોર્ડની યાદીમાં જામનગર જિલ્લાના PHCસેન્ટરની સાથે બોટાદ તાલુકાના બે PHC સેન્ટર હતાં. જેમાંથી જામનગર જિલ્લાના વંથલી બાદ વસઈ PHC સેન્ટરને નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. થોડા દિવસ પહેલા દિલ્હીથી ડૉક્ટરની ટીમ આવી હતી આ ટીમ દ્વારા ગ્રામજનો સહિતના લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ જુદા-જુદા માપદંડોના આધારે વસઈ PHC સેન્ટરને 94.02% આપી શ્રેષ્ઠ PHC સેન્ટરથી નવાઝવામાં આવ્યું હતું.
જામનગરના વસઈ PHC સેન્ટરને મળ્યો નેશનલ એવોર્ડ, ખાનગી દવાખાનાને પણ ટક્કર આપે તેવી સુવિધા - વસઈ PHC સેન્ટર
જામનગરઃ જિલ્લાના વસઈ ગામમાં આવેલાં PHC સેન્ટરને નેશનલ એવોર્ડ મળ્યો છે. બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ PHC સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે સુવિધાની બાબતને ખાનગી હૉસ્પિટલને પણ હંફાવે છે.
વસઈ ગામની આજુબાજુમાં આવેલા 15 ગામના લોકો પણ આ સેન્ટકમાં સારવાર અર્થે આવે છે. એક બાજુ ખાનગી દવાખાનાઓ ખુલી રહ્યાં છે. તો બીજી તરફ સરકારી દવાખાનાઓમાં સારવારને લઈને બેદરકારીના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેથી લોકો સાવરવાર માટે સરકારી હ઼ૉસ્પિટલમાં જવાનું ટાળે છે. ત્યારે વસઈ ગામનું PHC સેન્ટર લોકોની માન્યતાને ખોટી સાબિત કરે છે. આ સેન્ટરમાં આવતાં દર્દીઓને કોઈ પ્રકારના ભેદભાવ વિના સંતોષકારક સેવા આપવામાં આવે છે. જેથી સ્થાનિકો ખાનગી હૉસ્પિટલોમાં જવાનું ટાળીને આ સેન્ટરમાં આવવાનું પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, જામગનરના સિવિલ હૉસ્પિટલની બેદકારીએ સરકારી આરોગ્ય વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. ત્યારે વસઈ PHC સેન્ટરે ઉત્તમ સેવાનો ઉદાહરણ આપી લોકોમાં હકારાત્મકતા ઉભી કરી છે.