રણજીતસાગર ડેમ ખાતે "નમામિ દેવી નર્મદે" કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. જામનગરથી 13 કિલોમીટર દુર નાગમતી નદી પર રજવાડી કાળમાં જામ રણજીતસિંહના સમયમાં 1934માં નવાનગર રજવાડા દ્વારા ડેમનું સૌપ્રથમ બાંધકામ કરવામાં આવ્યું હતું.
રણજીતસાગર ડેમ ખાતે "નમામિ દેવી નર્મદે" કાર્યક્રમની ઉજવણી કરાઇ - ઉર્જાપ્રધાન સૌરભ પટેલ
જામનગર: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નમામિ દેવી નર્મદે મહોત્સવની જામનગરના રણજીતસાગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્જાપ્રધાન સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઉર્જાપ્રધાન સૌરભ પટેલે રણજીતસાગર ડેમમાં નવા નીરના વધામણા કર્યાં હતા. ગુજરાતની જીવાદોરીમાં નર્મદા ઐતિહાસિક સપાટી 138.67 મીટર પહોંચતા ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
આ યોજનાનો શિલાન્યાસ બિકાનેરના રાજવી સર ગંગાસિંહ હસ્તે કરવામાં આવ્યો હતો. ગંગાસાગર ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન હાલ બની રહ્યો છે. રણજિતસાગર ડેમની કામગીરી 1939માં પૂર્ણ થઇ હતી. તે સમયે જામનગરના રાજવી જામ દિગજયસિંહ હતા. રણજીત સાગર ડેમના બાંધકામમાં 20 લાખનો એ વખતે ખર્ચ કરવામાં આવ્યો હતો.
રણજીતસાગર ડેમના નવા નીરના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે વધામણા કર્યા હતા. જામનગર જિલ્લામાં 27 ડેમ આવેલા છે, જેમાંથી મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જામગરના સાંસદ પૂનમ માડમ, અન્ન અને પૂરવઠાપ્રધાન હકુભા જાડેજા, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.