ગુજરાત

gujarat

ETV Bharat / state

મુસ્લિમ સમાજે હાફિઝ સઈદના પોસ્ટર સળગાવી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ - gujaratinews

જામનગર: શહેરમાં મુસ્લિમ બિરાદરોએ દરબારગઢ પાસે આતંકી હાફિઝ સઈદના ફોટો સળગાવીને વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Feb 18, 2019, 1:16 PM IST

Updated : Feb 18, 2019, 3:08 PM IST

જામનગરમાં હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ સમાજે પણ આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે અને સાથે જ આતંકી આકા હાફિઝ સઈદ સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના યુવકો, મહિલા અને બાળકો હાથમાં તિરંગા લઈને રેલી યોજી હતી. ત્યારબાદ શહીદ જવાનો માટે મૌન પાડીને પ્રાથના પણ કરવામાં આવી હતી.

Jamnagar

સાથે સાથે મોદી સરકારને પાકિસ્તાન સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકા હાફિઝ સઈદ જ ભારતમાં આતંકવાદી હુમલા કરીને દેશના જવાનોને શહીદ કરે છે. જે આતંકવાદીઓએ કાશ્મીરમાં જવાનોને શહીદ કર્યા છે, તે તમામને પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ.


Last Updated : Feb 18, 2019, 3:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details