આ વર્ષ વરસાદને લઈ નબળુ રહેશે તેવુ લોકોને લાગી રહ્યુ છે. તેથી દરેક ધર્મના લોકો પોતાની આસ્થાનો સહારો લઈ રહ્યા છે. તેવી જ રીતે જામનગરમાં આજે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાની તમામ મસ્જિદોમાં કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલાની આગેવાની હેઠળ શુક્રવારની સૌથી મોટી નમાઝ અદા કરવામાં આવી હતી.
જામનગરમાં વરસાદ ખેંચાતા મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અને દુઆનું આયોજન - muslim-community-organizes-special-prayers
જામનગરઃ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોથી માંડીને શહેરીજનો પણ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે અને વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં હવે ઠેર ઠેર પ્રાર્થના, દુઆઓ તેમજ યજ્ઞ સાથે આસ્થાનો સહારો લેવામાં આવી રહ્યા છે.

muslim special prayer for rain
જામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા સૌરાષ્ટમાં વરસાદ ખેચાતા ખાસ નમાઝ અને દુઆનું આયોજન
આ સમયે હજારો મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ બે રકાત નમાઝ અદા કરવામા આવી હતી અને નમાઝ બાદ વરસાદ માટેની હજારો મુસ્લિમો દ્વારા ખાસ દુઆ પણ માંગવામા આવી છે. જેથી જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ આવે અને વર્ષ નબળુ ન રહે.