જામનગર: શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી(Murder case in Jamnagar)વિસ્તારમાં રહેતાં કરીમાબહેન સકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં. તે દરમિયાન તેમના જ બનેવીએ કોઈ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં.
હત્યા કર્યા બાદ બનેવી થયો ફરાર
ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં (Jamnagar GG Hospital )ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.