ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar news: જામનગર એરપોર્ટ પર પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ, દ્વારકાધીશના કરશે દર્શન - મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આવી પહોંચી

જામનગર એરપોર્ટ પર આજ રોજ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સપોર્ટિંગ સ્ટાફનું આગમન થયું હતું. સવારે વહેલી ફ્લાઈટમાં સપોર્ટિંગ સ્ટાફ જામનગર ખાતે પહોંચ્યો હતો અહીંથી રિલાયન્સ રિફાઇનરી ખાતે રવાના થયો છે. રિલાયન્સથી આ સ્ટાફ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જશે.

mumbai-indians-team-arrived-at-jamnagar-airport-dwarkadhishna-will-have-darshan
mumbai-indians-team-arrived-at-jamnagar-airport-dwarkadhishna-will-have-darshan

By

Published : Apr 26, 2023, 4:08 PM IST

Updated : Apr 26, 2023, 5:49 PM IST

જામનગર એરપોર્ટ પર પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ

જામનગર:મુંબઈ ઇન્ડિયન ટીમના મલિક નીતા અંબાણી હંમેશા ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે. આ વખતે સમગ્ર મુંબઈ ઇન્ડિયન ટીમના સપોર્ટિંગ સ્ટાફ તેમજ ડેપ્યુટી કોચ માર્ક બાઉચર સહિતના ખેલાડીઓ જામનગર એરપોર્ટ ખાતે સવારે આગમન થયું હતું. ઉલ્લેખનીય છે કે મંગળવારે મુંબઈ ઇન્ડિયન અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી.

મુંબઇ ઇન્ડિયન્સનો નબળો દેખાવ:IPL મેચમાં જે પ્રકારે મુંબઇ ઇન્ડિયન્સનો નબળો દેખાવ થઈ રહ્યો છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સના ઓનર નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મંગળવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો કારમો પરાજય થયો હતો. રિલાયન્સમાં રિલાયન્સ સ્ટાફ સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પ્રેક્ટિસ મેચ પણ રમે તેવી શક્યતા છે. સાથે સાથે મુંબઇ ઇન્ડિયન્સની પૂરી ટીમ અહીં પ્રેક્ટિસ કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

નીતા અંબાણીનું આગમન:મુંબઇ ઇન્ડિયન્સના ઓનર નીતા અંબાણી રિલાયન્સ ખાતે આવી શક્યા નથી તેઓ પણ લેટ નાઈટ ફ્લાઈટમાં જામનગર ખાતે આવે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી સપોર્ટિંગ સ્ટાફ જ મુંબઇ ઇન્ડિયન્સનો જામનગર એરપોર્ટ પર આવ્યો છે જ્યારે કોઈપણ ખેલાડીઓ જામનગર ખાતે આવ્યા નથી. અન્ય કોઈ ફ્લાઈટમાં મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોIPL 2023: મુંબઇ ઇન્ડિયન્સ સપોર્ટ કરવા 600 લોકોનું ગ્રુપ પહોંચ્યું સ્ટેડિયમ

દ્વારકાધીશના આશીર્વાદ લેવા પહોંચી મુંબઈની ટીમ:ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2023 સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનો સતત નબળો દેખાવ રહ્યો છે. શરૂઆતની 7 મેચમાં મુંબઈની ટીમ 4 મેચ હારી ચૂક્યું છે અમે 3 મેચમાં મુંબઇનો વિજય થયો છે. પોઇન્ટ ટેબલમાં મુંબઈ હાલ 7 માં નંબરે છે. ખેલાડીઓ બ્લેસિંગ લેવા માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે તેવી શક્યતા છે.

આ પણ વાંચોIPL 2023 : સાંજે 7.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

Last Updated : Apr 26, 2023, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details