ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ પૂનમ માડમે IPUની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં ભાગ લીધો - ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ

સાંસદ પૂનમબેન માડમ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ના ગવર્નીંગ કાઉન્સીલના 206માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો. IPUના ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટમાં પસંદ થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યુ છે.

poonam
poonam

By

Published : Nov 2, 2020, 5:54 PM IST

  • સાંસદ પૂનમબેન માડમ IPUના ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટમાં પસંદ થયા
  • ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં લીધો ભાગ
  • પ્રેસીડન્ટની પસંદગી માટે પૂનમબેન માડમે કર્યું વોટીંગ

    જામનગર: 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થયા છે. નવી દીલ્હી ખાતેથી સંસદભવનના એનેક્સે બીલ્ડીંગમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી સાથે ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ના ગવર્નીંગ કાઉન્સીલના 206માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો.


ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થતા પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ ગૌરવ વધાર્યુ

આ આંતરરાષ્ટ્રીય સેશન માટે ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ ગૌરવ વધાર્યુ છે. બંને જિલ્લાના પ્રજાપ્રતિનિધી તરીકે આ સેશનમાં ભાગ લેતા સમગ્રપણે ગૌરવપ્રદ બની રહ્યું છે. આ સેશનમાં રાજ્યસભાના સાંસદ સ્વપનદાસ ગુપ્તા, લોકસભાના જનરલ સેક્રેટરી સ્નેહલતાજી પણ જોડાયા હતા

સાંસદ પૂનમબેન માડમ IPUના ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટમાં પસંદ થયા
ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન

રાષ્ટ્રીય સંસદનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેનો મુખ્ય હેતુ લોકશાહી શાસન-જવાબદારી અને તેના સભ્યોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. જેનુ મુખ્ય મથક જિનીવા (સ્વિટ્ઝરલેન્ડ)માં છે. જેની સ્થાપના 1889માં ઇન્ટર-પાર્લામેન્ટરી (આંતર સંસદીય) તરીકે થઈ હતી અને હાલ 179 દેશોની રાષ્ટ્રીય સંસદ આઇપીયુના સભ્ય છે.

આઈપીયુની આંતરરાષ્ટ્રીય કાયદા અને સંસ્થાઓના વિકાસમાં અગ્રણી અને મહત્વની ભૂમિકા છે. સાથે સાથે ઇન્ટરનેશનલ લૉ અને ઇન્સ્ટીટ્યુશન ડેવલપ કરવાનો મેઇન રોલ છે. જેમાં આર્બિટ્રેશનની કાયમી અદાલત, લીગ નેશન્સ અને સંયુક્ત રાષ્ટ્રનો સમાવેશ થાય છે. તે આંતરરાષ્ટ્રીય પરિષદો અને મંચોમાં પ્રાયોજિત કરે છે અને ભાગ લે છે અને યુનાઇટેડમાં કાયમી નિરીક્ષકની સ્થિતિ ધરાવે છે.

ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં લીધો ભાગ
આવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંઘની ગર્વનીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે વિવિધ આંતરરાષ્ટ્રીય મુદાઓના પરામર્શમા સક્રિય ભાગ લીધો હતો અને સમગ્ર જામનગર સંસદીય વિસ્તારનું ગૌરવ વધાર્યુ છે.

પ્રેસીડન્ટની પસંદગી માટે પૂનમબેન માડમે કર્યું વોટીંગ

તારીખ 1 નવેમ્બરથી 4 નવેમ્બર સુધીનુ ચાર દિવસનું આ એકસ્ટ્રા ઓર્ડીનરી વર્ચ્યુઅલ સેશન કોરોના મહામારીના સંદર્ભમા વીડિયો કોન્ફરન્સીંગથી યોજાયું છે. જેમાં પ્રથમ દિવસે નવા પ્રેસિડન્ટની પસંદગી માટે વોટીંગ હતું. જેમાં ઇન્ડિયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે સ્પીકર ઓમ બિરલાજી, લોકસભા સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસ ગુપ્તાએ વોટીંગ કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details