ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભામાં અવિશ્વસનિય જીત બાદ સાંસદ પૂનમ માડમે યોજ્યો અભિવાદન સમારોહ - JMR

જામનગરઃ શહેરના સંસદીય મતક્ષેત્રમાં બીજી વખત જંગી લીડથી ચૂંટાયેલા સાંસદ પૂનમ માડમે ધ્રોલમાં રેલી યોજી હતી. જેમાં  ભાજપનાં આગેવાનો ધ્રોલ તાલુકા અને શહેરનાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. રેલીમાં તેમણે પોતાના મતવિસ્તારના મતદારો અને તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.

જામનગરના સાંસદ પૂનમ માડમે ધ્રોલ-જોડિયામાં અભિવાદન સમારોહ યોજ્યો.

By

Published : Jun 8, 2019, 5:26 PM IST

જામનગરના સાંસદ પૂનમ માડમે જિલ્લાભરમાં ચૂંટણી બાદ પ્રજાનો અને કાર્યકરોનો આભાર વ્યકત કરવા અભિવાદન સમારોહ યોજ્યો હતો. ધ્રોલમાં સાંસદ પૂનમ માડમે મતદારોનો આભાર માનવા ધ્રોલનાં મુખ્યમાર્ગો પર રેલી યોજી મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. લોકોએ પણ લોકપ્રિય સાંસદને ઉમળકાભેર આવકાર્યા હતાં. તો સાંસદે પણ લોકોનું અભિવાદન જીલી પ્રજાના પ્રશ્નો માટે સતત લોકસંપર્કમાં રહીને લોકોને પોતાના પ્રશ્નોની રજૂઆત માટે હાકલ કરી હતી.

લોકસભામાં અવિશ્વસનિય જીત બાદ સાંસદ પૂનમ માડમે યોજ્યોઅભિવાદન સમારોહ
ત્યારબાદ હનુમાનજી મંદિરે કાર્યકરો આગેવાનો અને લોકોનો આભાર વ્યક્ત કરવા સભા યોજી હતી. ધ્રોલ તાલુકા અને શહેરનાં આગેવાનોએ સાંસદ પુનમબેન માડમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપનાં પ્રમુખ ચંદ્રેશપટેલ, મહામંત્રી ડૉ.વિનુ ભંડેરી,જામનગર ગ્રામ્યનાં ચૂંટાયેલા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, શહેર ભાજપપ્રમુખ મગનભાઇ ભોજાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભીમજીભાઇ મકવાણા, લગધીરસિંહ જાડેજા અને ડી.ડી.જીવાણી સહિતનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.સાંસદ પુનમબેન માડમે પોતાનો વિજયનો શ્રેય જામનગર જિલ્લાની જનતાનો આપ્યો હતો. જીત સાથે જવાબદારી પણ વધી હોવાની વાત કહી પ્રજાનાં પ્રશ્નોનો ત્વરીત ઉકેલ આવે તેવા પ્રયત્નો અને સતત પ્રજાની વચ્ચે રહી કામ કરવાનો કોલ આપ્યો હતો. તો કાર્યકારોનો આભાર માનાતાં તેમણે કહ્યું હતું કે, "કાર્યકરોએ પોતે જ ચૂંટણી લડતા હોય તેમ સખત મહેનત કરી છે. રાત દિવસ સખત મહેનત કરીને મારી પડખે ઉભા રહ્યા છે. તે તમામનો હદયપૂર્વક આભાર માનું છું." આમ, પૂનમબેને કાર્યકરોની મહેનતને બિરદાવીને ધ્રોલ જોડીયાની પ્રજાનો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details