જામનગરઃશહેર નજીકના મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમમાં( Greens Zoological Rescue and Rehabilitation Kingdom )થોડા સમય પહેલા હાથી સહિતની વન્ય પ્રાણીઓને લાવવામાં આવ્યા બાદ આ સેન્ટરની શોભાવૃઘ્ધિ વધારવા માટે તાજેતરમાં મદ્રાસની ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ( Madras Crocodile Bank Trust )સાથે ઉછેરવામાં આવતી 15 જેટલી પ્રજાતિ મગરોને લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં હાથી બાદ મગરોનું થશે આગમન
આગામી સમયમાં એક હજાર જેટલી મગરોનું રેસ્કયુકરીમોટી ખાવડી લાવવામાં(Moti Khawdi Zoo) આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મોટી ખાવડી ખાતે વન્ય જીવની સુરક્ષા માટે ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ સેન્ટરમાં તાજેતરમાં દેશના અલગ અલગ સ્થળો પરથી હાથી, ચિતા સહિતના વન્ય પ્રાણીઓનું રેસ્કયુ કર્યા બાદ આ સેન્ટરમાં ક્રોકોડાઇલના ઉછેર માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેકટ સંદર્ભે ચેન્નઇથી મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ સાથે થોડા સમય પહેલા વાટાઘાટો આરંભવામાં આવી હતી. જેમાં ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ પાસે તેમની ક્ષમતા વધારે મગરો હોવાથી અનેક મગરોનો ઉછેર કરવાનું મુશ્કેલ બન્યું હોવાની બાબતો વાટાઘાટોમાં રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સમયાનુસાર 15 પ્રજાતિ મગરોને મોકલવામાં આવશે
ચેન્નઇના મગર ઉછેર કેન્દ્રના સંચાલકો સાથે કરાયેલી વાતચીત બાદ તેમની પાસે રહેલી 15 જેટલી અલગ અલગ પ્રજાતિઓની મગરોને આપવાની બાબતો નક્કી કરવામાં આવી હતી. સમયાનુસાર મગરોનો ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવશે. જો કે ટ્રસ્ટ પાસે અનેક માદા મગરો હોવાથી સમયાનુસાર તેમને ખસેડવાની કામગીરી હાથ ધરાશે અને માદા મગરોને મોકલવા માટે સમયગાળાની માંગણી પણ દશર્વિવામાં આવી છે.
રિલાયન્સ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય