જામનગરઃ લીમડા ડેમ વિસ્તારમાં રહેતા એક યુવાન અને શહેરમાં જ રહેતી એક યુવતી કે જે બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બન્ને પરિવારોની સંમતિથી લગ્ન ગ્રંથીથી (Love Marriage in Jamnagar) જોડાવા જઈ રહ્યા હતા. લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા બાદ પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જાન (Jaan Returns to Jamnagar) લીલા તોરણે પાછી ફરી હતી.
ટીવી સીરીયલને પણ અચબામાં નાખે તેવો કિસ્સો બન્યા
બન્ને પક્ષ પોતાના ઘેર પાછા ફર્યા હતા, અને બંને પક્ષ દ્વારા તૈયાર કરાયેલું ભોજન પણ પડ્યું રહ્યું હતું. આ લગ્ન વિચ્છેદનને લઈને બન્નેના પરિવારો ભારે હત-પ્રભ બની ગયા છે. જામનગર શહેરમાં અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા એક યુવાનને જામનગરની જે વાંજા જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્ને ના પરિવારજનોએ સંમતિ આપી દીધી હતી.
પ્રેમીના પરિવાર દ્વારા પ્રેમિકાની માતાનો ઊધડો લેવાતાં હંગામો
20મી જાન્યુઆરીના દિવસે લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ (Wedding Ceremony in Jamnagar) જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. કોરોનાની ગાઈડલાઈનના સંદર્ભમાં બંને પક્ષે પોતપોતાના સગા સંબંધીઓને નિમંત્રણ આપી દીધા હતા. જેથી લગ્ન સમારંભ ચાલુ થઈ ગયો હતો. કન્યા પક્ષ દ્વારા વાજતે ગાજતે આવેલી જાન અને વરરાજાનું સામૈયુ કરવામાં આવી રહ્યું હતું.