જામનગરમાં એક વાહન પલટી જતા, એક જ પરિવારના 10થી વધુ લોકો ઘવાયા - જામનગર ન્યુઝ
જામનગર: એક વાહન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના લોકો જામગનરના આમરા ગામે સામાજિક પ્રસંગે જતો હતો. ત્યારે આ દુર્ઘટના બની હતી.
છોટા હાથી પલટી મારી જતા એક જ પરિવારના 10થી વધુ લોકો ઘવાયા
ખીમલિયા ગામના એક જ પરિવારના 10 લોકો ઘવાયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાર વ્યક્તિ વધુ ગંભીર છે, તેમને અમદાવાદ ખાતે ખસેડાયા હતા. ત્રણ બાળકો સહિતના ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.