- સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી
- ધારાસભ્ય રાઘવજી પટેલે ખેડૂતોની મુશ્કેલી અંગે કૃષિ પ્રધાનને લખ્યો પત્ર
- સહાયનું ચૂકવણું કરવાના આયોજનમાં ફેરફાર કરવા માગ
- પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ખેડૂતોને અમલવારીમાં પડે છે મુશ્કેલી
જામનગરઃ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ખેડૂતોને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મુશ્કેલી પડે છે તે દૂર કરવા કૃષિ પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. કારણ કે રેતી, પથ્થર, સિમેટ, લોખંડ, અને મજૂરી કામ તથા કડીયા કામના બીલો વહીવટી તંત્ર દ્વારા માગવામાં આવે છે.
સહાયનું ચૂકવણું કરવામાં ખેડૂતોને મુશ્કેલી ન થાય તેવું આયોજન કરવા માગ
જે ખેડૂતો પોતાના મટિરીયલમાંથી ગોડાઉન બનાવવા ઇચ્છે છે. તેઓને આ બીલો રજૂ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે અને જેના કારણેઆ યોજના વિફળ જવાના સંજોગો ઉભા થયા છે. માટે વહીવટીતંત્ર દ્વારા જે ખેડૂતની અરજી મંજૂર કરવામાં આવે છે. તે કામ શરૂ કરે તે પહેલા કામના સ્થળે જઇ સર્વે નંબરનો જીયોટેગીંગ અને સાઇટ પર જઇ સ્થળ ખરાઇ કરી કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવે અને ત્યારબાદ કામ પૂર્ણ થતા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવી સહાયનું ચૂકવણું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વગર સહાય આપી શકાય. આ યોજનાના અમલીકરણમાં આ સુધારો કરવા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે કૃષિ પ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે કૃષિ પ્રધાનને પત્ર લખ્યો - R.C. Faldu
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ ખેડૂતોની વારે આવ્યા છે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને મુશ્કેલી પડે છે. ત્યારે આ સમસ્યા દૂર કરવા રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ખેડૂતો વતી પત્ર લખી રજૂઆત કરી છે.
rc fadu