ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય રાઘવજી પટેલે વિવિધ પ્રશ્નોને લઈને રાજયના પંચાયત પ્રધાનને રજૂઆત કરી

જામનગર તાલુકાના સરપંચ મંડળે ધારાસભ્ય રાઘવજી પટેલને 15મા નાણાપંચની ગાઈડલાઈનમાં સુધારો કરવા રજૂઆત કરી હતી. જેથી ધારાસભ્ય રાઘવજી પટેલે પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારને સુધારો કરવા રજૂઆત કરી છે.

By

Published : Oct 25, 2020, 9:20 PM IST

jamngar
jamngar

  • ધારાસભ્ય રાઘવજી પટેલને 15મા નાણાપંચની ગાઈડલાઈનમાં સુધારો કરવા રજૂઆત કરી
  • 14મા નાણાપંચની ગાઈડલાઈન મુજબ ડિપોઝિટ પ્રથા રદ કરવા કરી માગ

જામનગરઃ તાલુકાના સરપંચ મંડળે ધારાસભ્ય રાઘવજી પટેલને 15મા નાણાપંચની ગાઈડલાઈનમાં સુધારો કરવા રજૂઆત કરી હતી. જેથી ધારાસભ્ય રાઘવજી પટેલે પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારને સુધારો કરવા રજૂઆત કરી છે.

નાણાપંચની ગાઈડલાઈન મુજબ ડિપોઝિટ પ્રથા રદ કરવા કરી માગ

ધારાસભ્યએ કરેલી રજૂઆતમાં ગાઇડલાઇન મુજબ 15મા નાણાપંચમાં ગ્રામ પંચાયતના હવાલે 70 ટકા ગ્રાન્ટ મૂકવાની જોગવાઈને બદલી 100 ટકા ગ્રાન્ટ મૂકવાની માગ કરી છે. આ સાથે જ તેમણે 15મા નાણાપંચની ગાઈડલાઈન મુજબ વિકાસના કામોનું ચૂકવણું ઓનલાઈન કરવાની જોગવાઈ છે, તેના બદલે 14મા નાણાપંચની ગાઈડલાઈન મુજબ ચૂકવણું કરવામાં આવે અને જિલ્લા વિકેન્દ્રીત વિકાસ કામોમાં 14મા નાણાપંચની ગાઈડ લાઈન મુજબ ડિપોઝિટ પ્રથા રદ કરવાની માગ કરી છે.

વિકાસના કામોમાં મુશ્કેલી

ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતા વિકાસના કામો અંગે પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજૂઆત કરવામાં આવી છે. જે મુજબ ગ્રામ પંચાયત હાલ વિકાસના જે કામો કરે છે, તે 2015-16ના એસ.ઓ.આર.ના ભાવ મુજબ કરે છે.,જે પરવડે તેમ નથી. જેથી એસ.ઓ.આર.ના ભાવો હાલની સ્થિતિ મુજબ કરવા રજૂઆત કરી છે. જેથી ગુણવતાવાળા અને ટકાઉ વિકાસના કામો થઈ શકે.

તલાટી-કમ-મંત્રીઓની તાત્કાલીક ખાલી જગ્યાઓ ભરવી

મંદિરો, સમાજવાડી વગેરે સ્થળોમાં વિકાસના કામોની માંગણી પંચાયત લેવલે થતી હોય તો, 15મા નાણાપંચ અને અન્ય ગ્રાન્ટોમાંથી આ કામો લઈ શકાય તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે. જામનગર જિલ્લા પંચાયતમાં તલાટી-કમ-મંત્રીઓના કુલ મહેકમની 25 ટકા જગ્યાઓ હાલ ભરેલી છે, તો તાત્કાલીક ખાલી જગ્યાઓ ભરવા ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા પંચાયત પ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details