- અયોધ્યામાં બનવા જઇ રહ્યું છે શ્રીરામનું મંદિર
- લોકો યથાશક્તિ પ્રમાણે આપી રહ્યા છે દાન
- ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આપ્યું દાન
જામનગરના રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ નિધિ માટે 1,51,000નું અનુદાન - ayodhya
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ શ્રીરામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 1,51,000નું આનુદાન આપ્યું હતું. ચેક આપીને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના નાગરિકોને પણ યથાશક્તિ દાન આપવાની અપીલ કરી હતી.
જામનગર : અયોધ્યામાં બનવા જઇ રહેલા શ્રીરામના ભવ્ય મંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે જામનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગરના ઈન્ચાર્જ ભરતભાઈ ફલિયા, રાજકોટ વિભાગ કાર્યવાહ આર.એસ.એસ. ચંદ્રકાંત ઘેટીયા, વિશ્વ હિન્દુ પિરષદના પ્રમુખ ભરત મોદી, પ્રો.જી.બી. સિંઘ પાઠકને અર્પણ કર્યો. આ તકે જામનગર શહેરના ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, તેમજ પુર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા સાથે રહ્યાં હતા. આ ચેક અર્પણ કરતાં રાજ્યના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ જામનગરના શહેરના શહેરીજનોને પણ ભગવાન શ્રીરામના મંદિર કાર્યમાં પોતાના તરફથી યથાશક્તિ અનુદાન આપવાની અપીલ કરી હતી.