ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજા - Dharmendvasinh Jadeja

અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં અંદાજીત રૂપિયા 22.41 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજા
જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજા

By

Published : Dec 23, 2020, 10:04 PM IST

  • જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારં
  • અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત
  • 22.41 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

જામનગરઃ અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં અંદાજીત રૂપિયા 22.41 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગરમાં ચૂંટણી પહેલા વિકાસ કામોને વેગ

જામનગર અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં ગોકુલનગર વિસ્તારમાં ધીરુભાઈ ઉકાભાઇના ઘરથી દશામાંના મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.65 લાખ, દિનેશભાઈ મુંજપરાના ઘર પાસેથી ચામુંડા માતાજીના મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 2.31 લાખ, ચામુંડા માતાજીના મંદિરથી આદેશ હનુમાનજી મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 2.98 લાખ, ચનાભાઈ હરસોડાના ઘરથી ગોપાલભાઈ કોળીના ઘર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

રોડ રસ્તા અને ગટર સહિતના વિકાસ કામો શરૂ

C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 5.12 લાખ, મારુતિનગર, શેરી નં. 2 બંધ શેરીમાં C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 2 લાખ, વાછરાડાડા મંદિરથી મથુરાનગર મેઇન રોડના છેડાથી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 3.2 લાખ મળી કુલ અંદાજીત રૂપિયા 22.41 લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલો હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની 10 ટકા લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.

ઉપસ્થિત અગ્રણીઓ

આ તકે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

જામનગર શહેરમાં રાજ્ય પ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ

ABOUT THE AUTHOR

...view details