- જામનગરમાં આર્મી હવલદારની પત્નીએ આર્થિક સંકડામણને કારણે કરી આત્મહત્યા
- સંતાનોની સ્કૂલ ફી માટે પૈસા ન હતા
- પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ પત્નીએ જીવન ટૂંકાવ્યું
જામનગર : શહેરમાં આવેલા MES ( Military Engineer Services )માં આર્મી હવલદાર તરીકે ફરજ બજાવતા યુવાનની પત્નીએ સંતાનોની સ્કૂલ ફી માટે પૈસાની માંગણી કરતા દંપતી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદ પત્નીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના પોલીસને ઘ્યાનમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો -ભુજમાં ઘરની બાજુમાં જ યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો
સંતાનોની ફી મામલે થઇ હતી બોલાચાલી
જામનગર શહેરમાં આવેલા આર્મીના MES ( Military Engineer Services ) ફિલ્ટર પ્લાન્ટ કેમ્પમાં રહેતા અને હવલદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર મહારાજની પત્ની પ્રિયદર્શની પ્રિયા નામની મહિલાને તેના સંતાનોની સ્કૂલની ફી ભરવાની હોવાથી આ ફી ભરવા માટે પૈસાની પતિ પાસે માંગણી કરી હતી. પતિ પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.