ગુજરાત

gujarat

ETV Bharat / state

Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા - Agriculture Minister Raghavji Pate

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં બીજી વખત કમોસમી વરસાદ પડયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા
Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

By

Published : Jan 6, 2022, 8:30 PM IST

જામનગર:હવામાન વિભાગની (Meteorological Department) માવઠાની આગાહી (Mawtha forecast) મુજબ, જામનગરના હાલાર પંથકમાં બીજી વખત કમોસમી વરસાદ પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ માવઠાના કારણે જીરુંના પાકને નુકસાન ( Damage to Ravipak due to Mawtha) થવાની શક્યતા છે. જામનગર સાથે દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ રચાયો છે. માવઠાના લીધે ખેડૂતો પર આફત આવી પડી છે.

Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

જામનગર જિલ્લામાં બીજી વખત માવઠું

છેલ્લા પંદર દિવસમાં બે વખત કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનો રવિ પાક નિષ્ફળ જવાની શકયતા છે. આ સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) જણાવ્યું કે, માવઠું થયું તે વિસ્તારનો સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય સહાય પણ આપવામાં આવશે.

રવિ પાકને લઈ ખેડૂતો બન્યા ચિંતાતુર

થોડા દિવસ પહેલા પણ જામનગર પંથકના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો તેના આ સાથે ગઈ કાલે જામજોધપુર પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી આ ઉપરાંત મોટી ગોપમાં સૌથી વધુ વરસાદ પડયો છે.

શું ખેડૂતોને મળશે વળતર?

જામનગર પંથકના ખેડૂતો રવિ પાકને લઇને ચિંતિત બન્યા છે કારણ કે સતત બીજુ માવઠું થતા ખેડૂતોએ કરેલું રોકાણ પાણીમાં જાય તેવી શક્યતા છે. હાલ જામનગર પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, કૃષિ પ્રધાન તાત્કાલીક સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય ચુકવવામાં આવે તે માંગ ઉઠી છે. આના અનુસંધાને કૃષિપ્રધાન રાઘવજી પટેલે પણ ખેડૂતોને માવઠામાં થયેલા નુકસાનનું વળતર આપવાની બાંયધરી આપી છે.

આ પણ વાંચો:

Non-seasonal rainfall in Junagadh: જૂનાગઢમાં કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાનની શક્યતા

Unseasonal Rains In Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ABOUT THE AUTHOR

...view details