ગુજરાત

gujarat

ETV Bharat / state

કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે બેઠક - જામનગર કલેક્ટર

જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને આજ રોજ પીવાના પાણીની વ્યવસ્થા અને જિલ્લામાં આવેલા ડેમ જળાશયમાં પાણીની પરિસ્થિતિ અંગે બેઠક યોજાઈ હતી.

જામનગર
જામનગર

By

Published : Jun 12, 2020, 8:11 PM IST

જામનગર: જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને આજ રોજ પીવાના પાણીની વ્યવસ્થા અને જિલ્લામાં આવેલા ડેમ જળાશયમાં પાણીની પરિસ્થિતિ અંગે બેઠક યોજાઈ હતી.

જામનગર જિલ્લાના કુલ 417 ગામો, 4 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા માટે પાણીની વ્યવસ્થામાં કુલ 242 ગામ/પરાઓને નર્મદા પાઈપલાઈનથી, 27 ગામ/પરાઓને ડેમ આધારીત યોજનાથી, 147 ગામ/પરાઓને સ્વતંત્ર સોર્સ દ્વારા અને 1 ગામ અને 7 પરાઓને ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગત વર્ષે થયેલા સરેરાશ 1010 મી.મી. વરસાદના કારણે જામનગર જિલ્લાના ડેમ જળાશયમાં પાણીની પૂરતી આવક થયેલી છે. હાલમાં કુલ 1 ગામ અને 7 પરા વિસ્તારોમાં સ્થાનિક સોર્સમાં પાણી ખૂટી જવાથી 10,000 લિટરના ટેન્કરના 30 ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરના ડેમમાં જોવા જઈએ તો સસોઈ, ઉંડ-1, આજી-3, રણજીતસાગર ડેમમાં જુલાઈ મહિના સુધીનો પાણીનો જથ્થો પ્રાપ્ય છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કુલ જરૂરિયાત 68 એમ.એલ.ડીની છે, જેમાંથી હાલ નર્મદામાંથી 57 એમ.એલ.ડી તથા સ્થાનિક ડેમમાંથી 115 એમ.એલ.ડી અને બાકીનું પાણી ખાલી સ્થાનિક બોર/કૂવા માંથી મળે છે. જ્યારે જામનગર શહેરની કુલ જરૂરિયાત 130 એમ.એલ.ડીની છે, જેમાંથી હાલ નર્મદામાંથી 15 એમ.એલ.ડી તથા સ્થાનિક ડેમમાંથી 115 એમ.એલ.ડી આમ કુલ 130 એમ.એલ.ડી પાણી પૂરું પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details