ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સંક્રમણને રોકવા RC ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ - News Jamnagar of Korom

જામનગરમાં વધતા પોઝિટિવ કેસોને નિયંત્રણમાં લાવવા કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જામનગરમાં કોવિડ સંક્રમણને રોકવા માટે પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જામનગરમાં કોવિડ સંક્રમણને રોકવા માટે પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

By

Published : May 9, 2020, 12:23 AM IST

જામનગરઃ શહેરમમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, જામનગરમાં 7 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, ત્યારે પોઝિટિવ આવનારા કેસો અન્ય સંક્રમિત જિલ્લાઓમાંથી આવ્યા હોતા અને ગેરકાયદેસર રીતે જામનગરમાં પ્રવેશ કર્યો હતો. તેવા લોકોથી સંક્રમણના કેસ હાલ જામનગરમાં વધી રહ્યા છે. તેને નિયંત્રણમાં લાવવા કેબિનેટ પ્રધાન ર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જામનગરમાં કોવિડ સંક્રમણને રોકવા માટે પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

આ બેઠકમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા વગેરે મહાનુભાવો તેમજ વહીવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેબિનેટ પ્રધાને કહ્યું હતું કે, જામનગર શહેરને આગામી દિવસોમાં કોરોના મહામારીના કારણે વધુ પ્રશ્નોનો ન સર્જાય તે માટે મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમુક નિર્ણૅયો લેવાયા છે. સતત વધતા કેસને ધ્યાને લઇ સંક્રમણ ન વધે તે માટે કડક પગલાંની આવશ્યકતા છે.

જામનગરમાં કોવિડ સંક્રમણને રોકવા માટે પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ત્યારે લોકોને થોડી તકલીફ પડશે પણ આગામી દિવસોમાં એક અઠવાડિયા માટે જામનગરવાસીઓ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરી કોરોનાની મહામારીને રોકવા માટે સહયોગ આપે તેમ કેબિનેટ પ્રધાન ર.સી.ફળદુ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કલેક્ટર રવિશંકર, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, કમિશ્નર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details