જામનગર : જિલ્લામાં નવા SP આવ્યા બાદ પણ હજુ ભૂમાફિયા બેફામ છે. શુક્રવારે મેડિકલ સ્ટોરના માલિકે ભૂમાફિયાઓના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જામનગરમાં નવા નાગના ગામ પાસે હિતેશ પરમારની જમીન આવેલી છે. આ જમીન કોઈપણ ભોગે પડાવી લેવા માટે ભૂમાફિયા સતત તેમને મનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે.
મૃતકના પરિવારજનોએ આ બાબતે SPને રજૂઆત કરી ન્યાયની માગ કરી છે. મૃતક હિતેશ પરમારે સ્યૂસાઇડ નોટ પણ લખી છે. જેમાં બે ભૂમાફિયાના નામ અને મોબાઈલ નંબર પણ લખ્યા છે. બન્ને ભુમાફિયાઓ છેલ્લા ઘણા સમયથી ફોન પર ધમકી અને તેમજ સસ્તા ભાવે જમીન આપીદ્યો તેવી ધમકી આપતા હોવાનું નિવેદન મૃતકની પત્નીએ આપ્યું છે.
મૃતક હિતેશ પરમારને સંતાનમાં 2 દીકરા છે અને પોતે મેડિકલ સ્ટોર ચલાવતા હતા. સ્યૂસાઇડ નોટમાં મૃતકે લખ્યું છે કે, તેમનો દિકરો હર્ષ ડૉકટર બને અને તેમની પત્નીનું ધ્યાન રાખે. આમ ભુમાફિયાનો ત્રાસ હજૂ પણ જામનગરમાં યથાવત જોવા મળી રહ્યો છે.
જામનગર શહેરમાં એક બાજૂ ભૂમાફિયા જયેશ પટેલનો આંતક છે, તો બીજી બાજૂ અન્ય ભૂમાફિયા સક્રિય થયા છે. SP દિપેન ભદ્રેન સામે સૌથી મોટો પડકાર હાલના સમયે ભૂમાફિયા છે. કારણે કે, રોજ ભુમાફિયા ધાક ધમકીઓ અને જમીનો પડાવી લે તેવી ઘટનાઓ સતત બની રહી છે.
ભુમાફિયાઓના ત્રાસથી મેડિકલ સ્ટોરના માલિકે ગળાફાંસો ખાધો જયેશ પટેલની ગુનાહિત પ્રવૃતિના અન્ય અહેવાલ
17 નવેમ્બર, 2019 - જામનગર શહેરમાં ફાયરિંગની ઘટનામાં બની હતી. જેમાં ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવ્યું હતું. જામનગર એલસીબીએ કોર્પોરેટર અતુલ ભંડેરીની ધરકપડ કર્યા બાદ કોર્ટમાં તેને શનિવારે સાંજે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કોર્પોરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. રેડ કોર્નર નોટિસ જે આરોપી સામે દાખલ કરવામાં આવી છે. તે ભુમાફીયો જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને વિદેશમાં રહી જામનગરમાં અવારનવાર ધાક ધમકીઓ આપી લોકો પાસેથી પેસા પડાવતો હોવાના પણ આરોપો લાગ્યા છે. ભુમાફિયા જયેશ પટેલને સ્થાનિક લોકો જ મદદ કરતા હોવાથી તે પોતાના મનસૂબા પાર પાડતો હોવાનું બહાર આવ્યુ છે. મહિલા કોલેજના પ્રોફેસર પુરષોત્તમ સાથે સોદો રદ કરવા બાબતે ખુદ કોર્પોરેટર અતુલ ભંડેરી જ બેઠકમાં જયેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હોવાનું બહાર આવ્યું છે.
25 ઓક્ટોબર, 2019- જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. ગોકુલ નગરમાં રૂપિયા 30 કરોડનો પ્લોટ પચાવી પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વકીલની હત્યા બાદ ફરાર થયેલો જયેશ પટેલ હજુ પણ શહેરમાં જમીન પચાવી પાડવી તેમજ ગેરકાયદેસર કબજે કરવા વગેરે જેવી પ્રવૃત્તિ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જયેશ પટેલ વિરુદ્ધ અગાઉ પોલીસે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરી છે અને તેમની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલ જયેશ પટેલ વિદેશમાં ફરાર હોવાનું પોલીસ જણાવી રહી છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ તેમજ જામનગર પોલીસ દ્વારા સતત જયેશ પટેલની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે અને આવા કોઈ ગુના ન આચરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
21 સપ્ટેમ્બર 2019 -જામનગરમાં શુક્રવારે રાત્રે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગયેલ નિશા ગોંડલીયા પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા બંદૂક ધારકે જાનથી મારી નાખવાની ધમકી આપતા અજાણ્યા શખ્સ અને જયેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
14 નવેમ્બર, 2019 - જામનગર શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ બે દિવસ પહેલા એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું. તો ફરી ભૂમાફિયાઓ જયેશ પટેલના સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ડોકટરની કારમાં નુકશાન કર્યું હતું.