જામનગર (ગ્રામ્ય) જીલ્લામાં ચાલુ વર્ષ જાન્યુઆરીથી 21મી-ઓગસ્ટ-2019 સુધીમાં મેલેરિયા કેસ-37, ડેંન્ગ્યુ કેસ-26, ચિકનગુનિયા કેસ-0 નોંધાયેલ છે. જેમાં સિક્કા સિટીમાં મેલેરિયા કેસ-2, ડેંન્ગ્યુના -7 કેસ અત્યાર સુધીમાં નોંધાયેલ છે. આગામી માસમાં રોગચાળો વધે નહી તે માટે જામનગર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીની 40 ટીમ બનાવી ઝુંબેશના રૂપમાં તાલુકા હેલ્થ અધિકાર ડો. આર.બી. ગુપ્તા, જીલ્લા મેલેરિયા અધિકારી જે. એન. પારકર અને તાલુકા-જીલ્લાકક્ષામાં સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. એન્ટોમોલોજીકલ સર્વે કરતાં મોસ્કીટો ડેન્સીટી-1 એડીસ મચ્છરની મળેલ તેમજ નગરપાલિકા-સિક્કાના ચીફ ઓફીસર સાથે આરોગ્ય વિષય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના સિક્કા ગામે વાહકજન્ય રોગ અટકાવવા લેવાયા પગલાં - jamnagar
જામનગર: ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં હાલ ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો જોવા મળે છે. ભારત સરકાર દ્રારા 2030 સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલુ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા 2022 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત - અભિયાન તેમ 4 વર્ષમાં હાંસલ કરવા સૂચન કરવામાં આવી છે. આ ઉદેશને સાકાર કરવા વર્ષ 2017થી સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જામનગર જીલ્લા ગ્રામ્યમાં 2017 વર્ષ કરતાં વર્ષ 2018માં ડેન્ગ્યુંનું પ્રમાણ દર 34 ટકા ઘટાડો અને મેલેરિયામાં 35 ટકા ઘટાડો હાંસલ કરેલો છે.
જામનગર જીલ્લા (ગ્રામ્ય)ના ઘરો-3632ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તાવના કેસ-60, તાવના લોહીના લીધેલ નમુનાની સ્લાઈડ-60, પોઝીટીવ મેલેરિયા કેશ-0 મળેલ છે. મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલ પાત્રોની સંખ્યા-21258 , પોરા મળેલ પાત્રોની સંખ્યા-108, એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-9006, નાશ/નિકાલ કરેલ પાત્રોની સંખ્યા-577, પત્રીકા વિતરણ-3050, બી.ટી.આઈ છટકાવ કરેલ, પાણી ભરેલ ખાડા-35, બળેલ ઓઈલ/કેરોસીન નાખેલ ખાડાની સંખ્યા-26, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-12, ડેન્ગ્યુ કેશવાળા વિસ્તારોમાં ઘરની અંદર ઇન્ડોર ફોગીગ-45 ઘરમાં કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી કરી છે.