- જામનગરની ગુરૂ ગોવિંદ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
- હોસ્પિટલમાં 370 વધુ બેડ ઉમેરવામાં આવ્યા
- ગુરૂ ગોવિંદ હોસ્પિટલનો રીકવરી રેટ સારો
જામનગર: જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના કેસ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. દિન-પ્રતિદિન કોરોના દર્દીઓનો ધસારો હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સોમવારે વધુ 370 બેડ વધારવામાં આવ્યા છે.
કેવી વ્યવસ્થા છે
જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ છે, છતાં પણ દર્દીઓનો ધસારો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોરબી તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના દર્દીઓ હજૂ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની સતત આવી રહી છે. દર્દીઓ મોટી સંખ્યામાં સારો રિકવરી રેટ હોવાથી હજુ અન્ય જિલ્લામાંથી જામનગર સારવાર અર્થે આવી રહ્યા છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો,1911 બેડ હાઉસફુલ કોવિડ હોસ્પિટલ બહાર સગા વહાલાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા જામનગરની કોવિડ હોસ્પિટલની બહાર સતત વધતા કોરોનાના દર્દીઓ વહીવટીતંત્ર માટે એક ચેલેન્જ છે તો હોસ્પિટલ મેનેજમેન્ટ પણ કોવિડના દર્દીઓને સારવાર તાત્કાલિક મળી રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.