જામનગરની સજુબા સ્કૂલ રાજવી વખતમાં સ્થપાયેલી સ્કૂલ છે. અહીં અત્યાર સુધીમાં હજારો દીકરીઓ અભ્યાસ કરી ચૂકી છે. જો કે સ્કૂલ કે કોલેજના પટાંગણમાં અહીં કોઈ મંદિર કે મસ્જિદ ન હતી. જેથી રાતો-રાત બનાવેલી મજારનો વિરોધ કરવામાં આવ્યો છે અને હિન્દુ સેનાએ આક્ષેપ કર્યો છે કે, કોઈ વિધર્મી તત્વોએ અહીં રાતોરાત મજાર બનાવી અને શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જામનગરની સજૂબા સ્કૂલમાં રાતોરાત મજાર બનાવી દેતા ચકચાર - જામનગર
જામનગર: શહેરની રાજવી વખતથી ચાલતી સજુબા સ્કૂલના પટાંગણમાં રાતોરાત મજાર કરી દેવામાં આવતાં ભારે ચર્ચા થઈ રહી છે. જેનો હિન્દુ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્કૂલના સત્તાધીશોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે.
Jamnagar Sajuba school
મહત્વનું છે કે, સ્કૂલના સત્તાધીશોએ પણ આ મજારનો વિરોધ કર્યો છે અને અહીંથી તાત્કાલિક હટાવવામાં આવે તેવી માંગ કરી છે. તો હિન્દુ સેનાએ સખ્ત શબ્દોમાં સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. કારણ કે સ્કૂલમાં કોઈપણ સમયે લોકો મજાર પર દર્શન કરવા આવે તો સ્કૂલના વાતાવરણને પણ અડચણરૂપ બને તેવી શક્યતા છે.