જામનગરમાં શિવરાત્રી નિમિત્તે બેડેશ્વર મહાદેવ મંદિરમાં ઘીની મહાપૂજાનું આયોજન - ગાંધીજી 150
આજના મહાશિવરાત્રિના પાવનપર્વ પર રાજ્યભરમાં મહાદેવ મંદિરોમાં વિવિધ પૂજનયજન થઈ રહ્યાં છે. ત્યારે જામનગરના બેડેશ્વર મહાદેવમાં વિશેષ ઘી મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર સાથે મહાત્મા ગાંધીના સંસ્મરણો પણ જોડાયેલાં છે.
શિવરાત્રી નિમિત્તે બેડેશ્વર મહાદેવ મંદિરમાં ઘીની મહાપૂજાનું આયોજન
જામનગરઃ જામનગરના બેડેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ઘીની મહાપૂજા કરવામાં આવી છે. ઐતિહાસિક બેડેશ્વર મહાદેવ મંદિર સાથે મહાત્મા ગાંધીનો જૂનો નાતો છે.મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે બેડેશ્વર મહાદેવ મંદિર સાથે મહાત્મા ગાંધીના સંસ્મરણોને યાદ કરવામાં આવ્યાં હતાં.