જામનગરઃ શહેરની વિવિધ સોસાયટીઓમાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જોકે આ વર્ષે ભગવાન ગણપતિની સ્થાપના પંડાલમાં કરવામાં આવશે નહીં, પણ લોકો પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી શકે છે. જામનગરમાં ધોબી શેરીના રહીશોએ પોતાના ઘરે ભગવાન ગણપતિની સ્થાપના કરી છે અને ધૂમધામપૂર્વક આરતી પૂજા તેમજ અર્ચના કરી રહ્યા છે.
જામનગરમાં વિધ્નહર્તા પંડાલમાં નહિ પણ લોકોના ઘરે-ઘરે બિરાજમાન થયા જામનગરમાં અનેક સોસાયટીઓમાં લોકોએ પોતાના ઘરે વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરી છે અને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
જામનગરમાં વિધ્નહર્તા પંડાલમાં નહિ પણ લોકોના ઘરે-ઘરે બિરાજમાન થયા જે લોકો ગણપતિ બાપાની આરતીમાં આવતા હોય છે, તેમને પણ માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આમ સરકારી ગાઇડલાઇન પ્રમાણે ગણપતિ ઉત્સવની શનિવારથી ઉજવણી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં વિધ્નહર્તા પંડાલમાં નહિ પણ લોકોના ઘરે-ઘરે બિરાજમાન થયા જામનગર જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. રોજ જિલ્લામાં 50થી 60 કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. તેમાંય ઉત્સવપ્રિય લોકો ઉત્સવ ઉજવે પણ સરકારી ગાઈડલાઈન પ્રમાણે. તેવું જિલ્લા વહીવટી તંત્ર ઈચ્છી રહ્યા છે.