જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગર્ભવતી મહિલાઓની લાંબી કતાર, ડોક્ટર ગેરહાજર - જામનગર તાજા સમાચાર
જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં ઈલાજ માટે આવતી મહિલાઓનો આક્ષેપ છે કે, રોજ ત્રણ ત્રણ કલાક સુધી ગર્ભવતી મહિલાઓને લાઈનમાં ઉભુ રહેવું પડે છે. તો અહીં ગાયનેક વિભાગમાં સારવાર માટે આવતી મહિલાઓ માટે કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવતુ નથી.

જામનગર જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રેગનેટ મહિલાઓની લાગી લાંબી લાઇન, ડોક્ટર્સ ગેરહાજર
જામનગરઃ જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ હાલાર પંથકમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ગાયનેક વિભાગમાં HOD ન આવતા 100 જેટલી ગર્ભવતી મહિલાઓને લાઈનમાં ઊભવાનો વારો આવ્યો હતો.
જામનગર જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગર્ભવતી મહિલાઓની લાંબી કતાર, ડોક્ટર ગેરહાજર