ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન - Guru govindshih hospital

જામનગરની કોવિડ હોસ્પિટલએ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. કોવિડ હોસ્પિટલ હાઉસફુલ હોવાના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હાલના સમયે અશક્ય બન્યું છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલની બહાર આજે શનિવારે પણ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન
કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

By

Published : Apr 24, 2021, 11:35 AM IST

  • કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી
  • કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ગંભીર હાલતમાં
  • દર્દીઓ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવી રહ્યા

જામનગર :સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જામનગરની કોવિડ હોસ્પિટલએ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ જામનગરમાં ચાર વર્ષે આવી રહ્યા છે. જોકે, કોવિડ હોસ્પિટલ હાઉસફુલ હોવાના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હાલના સમયે અશક્ય બન્યું છે. કારણકે, કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ગંભીર હાલતમાં છે અને બીજા ગંભીર હાલતમાં રહેલા દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે.

કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

આ પણ વાંચો : જામનગરની જી. જી. હોસ્પિટલ બની રખડતા ઢોરનો અડ્ડો


દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હોસ્પિટલ મેનેજમેન્ટ માટે ચેલેન્જ


અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવી રહ્યા છે. જેના કારણે તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હોસ્પિટલ મેનેજમેન્ટ માટે પણ એક ચેલેન્જ બન્યું છે.

કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

આ પણ વાંચો : જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં : એક્સ રે મશીનના કાગળના ફોટોને લઈ વિવાદ


50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી

જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલની બહાર આજે શનિવારે પણ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 50 જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સાથે-સાથે ખાનગી વાહનોમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓને રિક્ષા તેમજ કારમાં હોસ્પિટલ બહાર સારવાર આપવામાં આવી રહી છે.

કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

ABOUT THE AUTHOR

...view details