ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દુ સેનાના પ્રમુખે રસુલનગરને મીની પાકિસ્તાન કહ્યું, ગ્રામજનોએ SPને આવેદન આપ્યું - દેશ વિરોધી પ્રવૃતિ

જામનગર: હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટએ રસુલનગરને મીની પાકિસ્તાન તરીકે સોશિયલ મીડિયામાં તેમજ અખબારમાં હેડિંગ સાથેની પ્રેસ નોટ આપતા સ્થાનિકોની લાગણી દુભાઈ છે અને ભારતીય બંધારણ અને કાયદા વિરુદ્ધની કાર્યવાહી કરી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ગામના લોકોએ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

જામનગર
જામનગર

By

Published : Dec 3, 2019, 6:46 PM IST

રસુલનગર ગામમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાનો પ્રતીક ભટ્ટે આક્ષેપ કર્યો હતો અને રસુલનગરને મીની પાકિસ્તાન ગણાવ્યું હતું. ત્યારે મંગળવારના રોજ રસુલનગરના રહીશો મોટી સંખ્યામાં મંગળવારના રોજ લાલ બંગલાથી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.

હિન્દુ સેનાના પ્રમુખે રસુલનગરને મીની પાકિસ્તાન કહ્યું

સ્થાનિકોએ માંગ કરી છે કે, પ્રતીક ભટ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમની પાસે રસુલનગરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના પુરાવા હોય તો પુરાવા રજૂ કરે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ ઊભી કરવામાં હિન્દુ સેનાના સભ્યો કામગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details