ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે તો પેમેન્ટ ચૂકવો...!! તળાવો તો ઉંડા ઉતાર્યા: જિલ્લા પંચાયત ઉપપ્રમુખ - જામનગરના સમાચાર

જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગ્રામપંચાયતો દ્વારા તળાવો ઉંડા ઉતાર્યા પછી સરકારે પેમેન્ટ માટે થઇને ઠાગા ઠૈયા કર્યા છે. જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા CMને પત્ર લખ્યો જેમાં ચુકવણું કરવા માંગ કરી છે. જો પેમેન્ટ નહી ચુકવાઇ તો સરપંચો અને ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

jamnagar
jamnagar

By

Published : Sep 27, 2020, 7:53 PM IST

જામનગર: સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતગર્ત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઉંડા ઉતારવાના કામો કરવામાં આવેલ હતા. જે સરકારનો હેતુ ખૂબ સારો છે. પરંતુ સરકાર દર વર્ષે મોટે ઉપાડે માર્ચ-એપ્રિલ મહિનામાં જાહેરાતો કરે છે. જાહેરાતોના 10 ટકા કામ પણ થતા નથી અને જે ગ્રામ પંચાયત આ કામ કરે છે. તે કામના 60 ટકા રકમ તળાવ ઉંડુ ઉતારવા મળે છે. 40 ટકા ગ્રામ પંચાયતે ભોગવવાના હોય છે. પરંતુ હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામના તળાવ ઉંડા ઉતારવાના કામો પૂર્ણ કર્યાને 6 મહિના જેટલો સમય વિતી ગયો છે, પરંતુ હજી 60 ટકા લેખે પેમેન્ટ મળવાનું છે તે પણ મળેલ નથી. સરપંચો અને ગામનાં ખેડૂતભાઇઓએ પોતાના ગાંઠના રૂપિયા આ તળાવો ઉંડુ ઉતારવા રોકાણ કર્યું છે. તો આ તળાવ તેમજ ચેકડેમ ઉંડા ઉતારવાના કામના રૂપિયા તાત્કાલિક અસરથી ખેડૂતોને ચુકવી દેવા જોઈએ.

ગામના સરપંચોને કચેરીઓના ધક્કા ખવડાવીને અધિકારીઓ જવાબદારીમાંથી પલું ઝાટકતા હોઈ તેવો ભાવ જોવા મળે છે. એવો જવાબ આપવામાં આવી રહ્યોં છે કે નોડેલ અધિકારીની જગ્યા ખાલી છે. તેની નિમણુંક થાય પછી પેમેન્ટની કાર્યવાહી આગળ વધશે.ખરેખર ગુજરાતની ખેડૂતો માટેની સંવેદનશીલ સરકારે આ યોજનાની મોટા પાયે જાહેરાતો કરે ત્યારે કોઇ પણ વિભાગની જવાબદારી સુનિશ્ચિત કરવી જોઇએ. જયારે ગ્રામ પંચાયત દ્વારા પોતાનું કામ સમજીને ગામમાં પાણીના સંગ્રહ માટે આ તળાવ ઉંડુ ઉતારવાનું કામ કર્યુ છે. ત્યારે સરકારની અણધડ નીતિ અને અણઆવડતને લઈને હજુ સુધી પેમેન્ટ મળેલ નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો સરપંચો તથા ખેડૂતો સાથે રાખી ગાંધી ચીંધ્યા રાહે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details