ઘરેલું હિંસાને અટકાવવા કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
જામજોધપુર : જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામજોધપુર ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગતની વિવિધ કાયદાકીય જોગવાઇઓ તેમજ મહિલાલક્ષી અન્ય કાયદાઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.તો આ સાથે જ મહિલાઓને ‘અભયમ’ મહિલા હેલ્પ લાઇન 181, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટર, વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર તેમજ મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ઘરેલું હિંસાને અટકાવવા કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
આ કાર્યક્રમમાં જામજોધપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, ટ્રાફિક સમિતિના સભ્યો, ચૂંટાયેલા મહિલા નગર સેવિકાઓ, તાલુકા કાનૂની સમિતિના સભ્યશ્રી, મહિલા શકિત કેન્દ્રની ટીમ,181 મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટરના કાઉન્સેલર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, જામજોધપુરની ટીમ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હાજર રહ્યાં હતા.