ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં હેલમેટ પહેરવા અંગે લોક જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરાયું

જામનગર PUC એસોસિએશન અને RTO કચેરી જામનગર દ્વારા શહેરના લીમડાલાઇન ખાતે આવેલા કાર એજ ખાતે હેલમેટ પહેરવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RTOના અધિકારીઓ દ્વારા માર્ગ પરથી પસાર થતા લોકોને હેલમેટ અંગે જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ કરી અકસ્માતથી બચવા માટે હેલમેટના ફાયદા અંગેની સમજૂતિ આપવામાં આવી હતી.

public awareness about wearing helmets
public awareness about wearing helmets

By

Published : Feb 1, 2021, 10:20 AM IST

  • જામનગરમાં હેલમેટ અંગે લોક જાગૃતિ માટે પત્રિકા વિતરણ
  • હેલમેટના ફાયદા અંગેની સમજૂતિ આપવામાં આવી
  • રાષ્ટ્રીય માર્ગ સલામતિ જાગૃતિ માસ 2021ની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ

જામનગર : સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ જાગૃતિ માસ 2021ની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત જામનગર PUC એસોસિએશન અને RTO કચેરી જામનગર દ્વારા શહેરના લીમડાલાઇન ખાતે આવેલા કાર એજ ખાતે હેલમેટ પહેરવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RTOના અધિકારીઓ દ્વારા માર્ગ પરથી પસાર થતા લોકોને હેલમેટ અંગે જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ કરી અકસ્માતથી બચવા માટે હેલમેટના ફાયદા અંગેની સમજૂતિ આપવામાં આવી હતી.

લોકોને ખાસ અકસ્માતથી માટે કરાઇ બચવા પહેલ

આ સાથે વાહન ચાલકોને પુષ્પગુચ્છ આપી આ માહિતી પત્રિકાનું વિતરણ કરાયું હતું અને લોકોને હેલમેટથી સુરક્ષા અંગે જણાવી હેલમેટ પહેરવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતિ માર્ગ માસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details