- 45 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત જયેશ પટેલ ઝડપાયો
- ક્રાઈમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રને જામનગરના SP તરીકે નિયુક્ત કરાયા
- જયેશ પટેલની વધતી ગતિવિધિઓ મુદ્દે સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી
જામનગરઃ હાલાર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત ભૂમાફિયા તરીકે પ્રખ્યાત થયેલો જયેશ પટેલ ઘણા સમયથી વિદેશમાં રહી જામનગરમાં ખંડણી ઉઘરાવી જમીનો પચાવી પાડવી અને ફાયરિંગ કરાવી અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જયેશ પટેલની દિવસે દિવસે વધતી ગતિવિધિઓ મુદ્દે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને બાદમાં રાજ્ય સરકારે ક્રાઈમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રન જામનગરના SP તરીકે નિયુક્ત કર્યા હતા.
SP દીપેન ભદ્રેનની 8 મહિનાની મહેનત રંગ લાવી
કુમાર જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી દુબઈ આફ્રિકા અને લંડનમાં જુદા-જુદા સ્થાને રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જોકે પોલીસ જયેશ પટેલ સુધી પહોંચે ત્યાં તો જયેશ પટેલ પલાઈન થઈ જતો હતો. આખરે લંડન પોલીસની મદદથી ભૂમાફિયા જયેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજરોજ જયેશ પટેલને લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ભારત સરકારની સોંપવામાં આવશે.