જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકામાં નવું પોલીસ સ્ટેશન છેલ્લા 6 માસથી વધારે સમયથી તૈયાર થઇ ગયુ છે પરંતુ લોકાર્પણના અભાવે મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે.
લાલપુરનું નવું પોલીસ સ્ટેશન જોઈ રહ્યું છે લોકાર્પણની રાહ...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવું પોલીસ સ્ટેશન છેલ્લા 6 માસથી વધારે સમયથી તૈયાર થઇ ચૂક્યું છે પરંતુ મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યું છે. જેથી વહેલી તકે તેનુ લોકાર્પણ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.
ગૃહ વિભાગ દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવે ગૃહવિભાગ દ્વારા ઇ- લોકાર્પણ કરવા લોક માગ ઉઠી છે. કારણ કે, લાલપુર ગામની મધ્યમાં આ પોલીસ સ્ટેશન ઉભુ કરાયેલુ હોવાથી પોલીસ કર્મચારીને કામગીરી કરવામાં પણ સુગમતા રહે અને લાલપુરમાં કોઇ અકસ્માત કે અન્ય કિસ્સા થાય તો લોકો તુરંત પોલીસની મદદ લઇ શકે.
ઉપરાત હાલમાં ભાડાની જગ્યા પર પોલીસ સ્ટેશન કાર્યરત હોવાથી જો નવા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન થાય તો સરકાર પરથી આ ભાડાનું ભારણ ઉતરે અને પ્રજાના પૈસાની બચત થઈ શકે છે. હાલ કાર્યરત પોલીસ સ્ટેશન ગામ બહાર હોવાથી લાલપુરની પ્રજાને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો સત્વરે આ નવા પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરી તંત્ર વહેલી તકે જનસેવામાં સમર્પિત કરે તેવી લોકની માગ છે.