જામનગરઃ શહેરના હૃદય સમાન લાખોટા તળાવમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક શરૂ થઇ છે. આમ તો દર વર્ષે લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થતા શહેરીજનો તેનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે લાખોટા તળાવ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરીજનો તળાવમાં નવા નીરનો નજારો જોવા જઈ શકતા નથી.
જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક, લોકોનો પ્રવેશ બંધ - જામનગર લખોટા તણાવ
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જામનગર, રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગરના પ્રખ્યાત લખોટા તળાવમાં પણ વરસાદી પાણીની આવક થતાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતાં.
Jamnagar News
જામનગર જિલ્લામાં શનિવારે છૂટાછવાયા ઝાપટા પડ્યા હતાં. જો કે, મોડી રાત્રે મુશળધાર વરસાદ પડતા મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ છે, તો તળાવમાં પણ નવા નીર આવી રહ્યા છે.