જામનગર ધારાસભ્ય અને મેયર વચ્ચે શરુ થયેલ ચકમકમાં જૈન સમાજ નારાજ થયો જામનગર : તાજેતરમાં જ ધારાસભ્ય, મેયર અને સાંસદ વચ્ચે શરુ થયેલ શાબ્દિક યુદ્ધ હજુ શાંત થયું નથી. ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારીના પરિવારજનો જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. કારણ કે, ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા મેટર વિરુદ્ધ ઓકાતમાં રહેજો જેવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા.
જૈન સમાજ નારાજ : જોકે ખુદ જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી જણાવી રહ્યા છે કે, ધારાસભ્ય રીવાબા જાડેજાએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખૂબ નિંદનીય છે. સમગ્ર જૈન સમાજ પર તેની અસર પડી છે. તેમના સગા સંબંધીઓ તેમજ દૂર વસતા જૈન સમાજના અગ્રણીઓના સતત ફોન આવી રહ્યા છે.
જામનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયરને ધારાસભ્ય દ્વારા કડવા શબ્દો કહેવામાં આવ્યા હતા. જેના કારણે જૈન સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે, જે પ્રકારે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા શબ્દો બોલવામાં આવ્યા છે. તે શબ્દો પરત ખેંચવામાં આવે અને માફી માંગવામાં આવે.-- નવીનચંદ કોઠારી (પરિજન)
સાંસદ પૂનમ માડમ : ગઈકાલે જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમે પત્રકાર પરિષદ યોજી હતી. સમગ્ર મામલે તેઓએ પણ નિવેદન આપ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના મેયર અને રીવાબા જાડેજા વચ્ચે જે પ્રકારની બોલાચાલી અને શિસ્તબદ્ધ પાર્ટીમાં આવી હરકતો અંગે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો.
શાબ્દિક યુદ્ધ :આમ જામનગર પંથકમાં સાંસદ ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલ શાબ્દિક વેરના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો સતત જાહેરમાં સમગ્ર મામલે ચર્ચા પણ કરી રહ્યા છે. જોકે આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ડખાના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી પણ શક્યતા છે. એક બાજુ ધારાસભ્ય રિવાબા જાડેજા આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ સાંસદ પૂનમ માડમ ડિફેન્સિવ મૂડમાં જોવા મળી રહ્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાના મેયર પણ સમગ્ર મામલે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.
- Jamnagar News: શિસ્તબદ્ધ ગણાતી ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ
- જામનગર:ભાજપ સ્નેહ મિલનમાં સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું