કટારમાલ ચંદ્રકાંત નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે.ચંદ્રકાંત ભાઈના ભાણેજ સાથે આ યુવકે પહેલા ઝઘડો કર્યો હતો.બાદમાં ચંદ્રકાંતભાઈએ બંને વચ્ચે સમાધાન કરવા જતા ઉશ્કેરાઈ છરી વડે હુમલો કર્યો છે.યુવક છેલ્લા ઘણા સમયથી ચંદ્રકાંતભાઈના ભાણેજ સાથે અવાર-નવાર ઝઘડો કરતો હતો.
જામનગરમાં અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો
જામનગર : શહેરમાં સંજીવની મેડિકલ પાસે યુવક પર છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં છરી વડે હુમલો થયો છે. ઘાયલ યુવકને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જામનગરમાં અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો
બે યુવકોની લડાઈમાં ત્રીજા વ્યક્તિી ઈજાગ્રસ્ત થઈ છે. સંજીવની મેડીકલમાં બને યુવકો સાથે નોકરી કરતા હતા. કામને લઈ બંને વચ્ચે બાબલ થઈ હતી.ઘટનાની જાણ થતાં જ LCB સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.