જામનગરઃ જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે ચિંતા જનક બન્યો છે, ત્યારે જામનગર ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેમ જ જે ખેડૂતોની જમીન ધોવાઇ ગઇ છે.
જામનગરમાં કિસાન સંઘનું સરકારને અલ્ટીમેટમ - Movement by Jamnagar farmers
જામનગર જિલ્લામાંં વરસી રહેલા સતત વરસાદને કારણે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
જામનગરમાં કિસાન સંઘનું સરકારને અલ્ટીમેટમ, નહિતર ખેડૂતો દ્વારા આંદોલન કરાશે
તેમનું સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી 8 દિવસમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.