ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્યને વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. લોકડાઉન બાદ લાગુ કરાયેલા અનલોકમાં આ અભયારણ્ય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે. નદીઓના વહેણને કોઈ રોકી શકતું નથી, તેવી રીતે પક્ષીઓને પણ કોઈ સરહદ રોકી શકતી નથી. તેનું ઉદાહરણ અહીં જોવા મળે છે. વિદેશથી આવતા સહેલાણીઓ પણ અચૂક ખીજડીયા અભ્યારણ્યની મુલાકાત લે છે.

jamnagar
જામનગર

By

Published : Nov 26, 2020, 7:54 PM IST

• વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતું ખીજડીયા અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખોલાયું
• 350થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળે છે
• બે ભાગમાં વહેંચાયેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય

જામનગર : ખીજડીયા પક્ષી અભયારણ્યને વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલા આ અભયારણ્યમાં તળાવના બે પ્રકાર (મીઠા પાણી અને ખારા પાણી) છે. અહીં દર વર્ષે, વિદ્યાર્થીઓ. ટુરિસ્ટ.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર, પક્ષી નિષ્ણાંતો વિદેશી પક્ષીઓને જોવા અને તેમના વિશે જાણવા આવે છે. દેશના જૂજ પક્ષી અભ્યારણ્યો પૈકીનું એક જામનગરથી 12 કિલોમીટરના અંતર પર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય લાંબા ગાળા બાદ પ્રવાસીઓ, પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે ખુલ્લી ગયું છે. ખારા પાણી અને મીઠા પાણીના તળાવો ધરાવતું એક અભ્યારણ્ય પૈકીનું જામનગરનું પક્ષી અભ્યારણ્ય ખુલ્લું મુકવામાં આવતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સીઝનના સારા વરસાદના કારણે ખીજડીયામાં અનેક તળાવો પાણીથી છલોછલ ભરાયા છે અને ઓવરફલો થઇ ગયા હતા. ત્યારે પક્ષીઓની સંખ્યા પણ શિયાળાની શરૂઆતમાં જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. રંગબેરંગી અને દેશ- વિદેશના પક્ષીઓ જોવાનો પક્ષી પ્રેમીઓ માટે અનેરો નજારો છે.

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

કોરોનાની ગાઇડલાઇન મુજબ મુલાકાતીઓ લઇ શકશે અભ્યારણ્યની મુલાકાત

ખીજડીયા પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ દક્ષાબેનએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ સહેલાઇથી પક્ષી નીહાળી શકે તે માટે અભ્યારણ્યમાં સચિત્રો માહિતી સાથે પક્ષીઓની તસ્વીરો લગાડવામાં આવી છે. તેમજ વોચ ટાવર, ગાઇડ અને દુરબીન, ફીલ્ડગાઇડ પુસ્તકો વિગેરેની પણ સવલતો ઉપલબ્ધ છે. પક્ષીઓને ખલેલ ના પહોંચે અને કોરોનાની મહામારીને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લઇ કુદરત અને દેશ-વિદેશના પક્ષીઓને માણી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાર્કમાં એન્ટ્રીનો સમય સવારે 6 થી સાંજે 5 સુધીનો રહેશે. ખીજડિયા પક્ષી અભ્યાણમાં ગત વર્ષે વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓની 300 થી વધુ પક્ષી પ્રજાતિ નોંધાઈ હતી. આ વર્ષ લોકડાઉનના કારણે પાર્ક બંધ હોવાના લીધે અહીં વસવાટ કરતા પક્ષી જગતમાં કેટલાક ફેરફાર જોવા મળ્યાં હતાં. અહીં બ્લેકમેક સ્ટોર્ક ,ડાર્ટર, મુરહેન, ડક, કૂટ, પેજેન, ટેઇલ ઝકાના, મોટી ચોટલી ડૂબકી, નાની ચોટલી ડૂબકી, નવેમ્બર માસલી ગાની, પયાર્ડ ગાજહંસ સહિતના પક્ષીઓ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.

ખીજડીયા અભયારણ્યના ઇતિહાસ વિશે માહિતી

ખીજડીયા અભયારણ્ય જાવા માટે જામનગરથી રાજકોટ હાઇવે ખીજડિયા બાયપાસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જામનગરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ખીજડીયા અભયારણ્ય લગભગ અંદાજે 6.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તે વર્ષ 1920 માં નવાનગરના તત્કાલીન રાજાએ દરિયા કિનારે આવેલ ઓખાથી નવલખી સુધીના વિસ્તારમાં દરિયાઈ ખારાશ આગળ ના વધે તે માટે નૌકાઓ બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1956 માં, રાજ્ય સરકારે કચ્છના અખાતમાં વહેતા વરસાદી પાણીને પાણીને રોકવા માટે પાળાઓ (ચેકડેમો) ને રીનોવેશન કરાવ્યું હતું. વર્ષ 1981માં આ પ્રદેશની જૈવક વિવિધતાને જોતા સરકારે તેને. 1982 અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. બે ભાગમાં વેંહેંચાયેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાર્ટ -૧( ડાબી તરફ ) તરફ વાહનો માટે નો એન્ટ્રી છે.

અભયારણ્ય 6.5 ચોરસ કીમીનો ધરાવે છે જૈવિક વૈવિધ્ય વિસ્તાર

ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટમાં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓને કારણે, બે પ્રકારના પરિશર-તંત્રનું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે રૂપારેલ નદી અને ક્લીન્દ્રિ નદીનું વર્ષાદી પાણી ત્યાં જ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે. આ સાથે જ પાળાની બીજી તરફ દરિયાના ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળા ઉપરના રસ્તે, આશરે 3 કિમી ચાલતા અહીં ખારા પાણીના અને મીઠા પાણીના પક્ષીઓ એકી સાથે જોવા મળી જાય છે. આ સાથે સાથે ચેર, વિવિધ બાવળ, નદી સૂકાતા બનતું ઘાસનું મેદાન વગેરે જંગલ પરિસર-તંત્રના લીધે, ફોરેસ્ટ પક્ષી પણ જોવા મળે છે.

વિદેશી પર્યટકો પણ અચૂક ખીજડીયા અભ્યારણ્યની લે છે મુલાકાત

દર વર્ષે લાખો પક્ષીઓ આ સ્થળે આવે છે, જેમાં ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓનો સમાવેશ થાય છે. કેટલાક પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં મહેમાન બને છે. વિશ્વમાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે ખીજડીયામાં આવી પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળાની ઋતુમાં પક્ષી નિરીક્ષણ માટે આ સ્થાન સારું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, અહીં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. તેમજે ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવે છે. પક્ષી અભયારણ્ય રેંજ ખીજડીયા દ્વારા આયોજિત આ શિબિરમાં આઠમા ધોરણ (13 વર્ષથી ઉપરના) ના વિદ્યાર્થીઓ ભાગ લે છે. અભયારણ્ય વિદ્યાર્થીઓ તેમજ પક્ષી નિષ્ણાતો અને નિરીક્ષકો માટેના મહાન પુસ્તકથી ઓછું નથી. તેવું કહી શકાય વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અહીં સ્થળાંતર કરનારા પક્ષીઓને જોવા માટે દર વર્ષે હજારો સહેલાણીઓ ઉમટે છે.

ABOUT THE AUTHOR

...view details