જામનગર:આજે સમગ્ર રાજ્યમાં જુનિયર પરીક્ષાનૃ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 80 સેન્ટર પર જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં 26882 વિધાર્થીઓ પરીક્ષા આપનાર હતા પણ પરીક્ષા રદ થતા વિધાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓને સમસ્યા: Etv ભારત સાથે વાત કરતા વિધાર્થીઓએ જણાવ્યું કે સરકારની બેદરકારીનો અનેક ગરીબ વિધાર્થીઓ શિકાર બન્યા છે. છેક જુનાગઢ, મોરબી અને ગીર સોમનાથથી વિધાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. સુરેન્દ્રનગરના હળવદથી આવેલા વિદ્યાર્થીઓ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે કારણ કે રાજ્ય સરકાર કોઈપણ જાતની જવાબદારી લેતી નથી જેના કારણે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટે છે.
જામનગરનું રાજકારણ ગરમાયું: આમ જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા જામનગરનું રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહેમદ ખવાય આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે રાજ્ય સરકારની આ ઘોર બેદરકારી છે. પેપર લીક થવાય રાજ્યમાં હવે એક આદત બની ગઈ છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા માંથી એસટી મારફતે પરીક્ષા આપવા જેતે જિલ્લામાં ગયા હતા અને પરીક્ષા આપે તે પહેલા જ આ પેપર લીક થયું છે.