ગુજરાત

gujarat

ETV Bharat / state

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો

જામનગર: રોજગાર કચેરી દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર મેળો ITI ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના પ્રધાન આર. સી. ફળદુના અધ્યક્ષ સ્થાને આયોજીત આ મેળામાં હજારો યુવાઓ નોકરી માટે ઉમટી પડ્યા હતાં. જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આઈટીઆઈ કેમ્પસમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઉમેદવારોની કેમ્પસમાંથી જ પસંદગી કરવામાં આવી હતી.

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો

By

Published : Sep 26, 2019, 6:08 PM IST

હાલાર પંથકમાંથી મોટી સંખ્યામાં યુવક, યુવતીઓ જોબ ફેરમાં ઉમટી પડ્યા હતાં. બહારની કંપનીઓ દ્વારા તમામ યુવક-યુવતીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. આ મેળામાં કંપનીઓએ તે યુવક યુવતીઓની પસંદી કરી હતી. જેઓ આ નોકરીની લાયકાત ધરાવે છે.

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો

આશરે 2500થી વધુ યુવક, યુવતીઓ નોકરી મેળવવા માટે આ જોબફેરમાં ઉમટી પડ્યા હતાં. રાજ્ય સરકારના પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ જોબફેરમાં મેયર હસમુખ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશ્નર એસ.એ.પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, રોજગાર કચેરીના અધિકારી, આઈટીઆઈના પ્રિન્સીપાલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ આ જોબફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details