ગુજરાત

gujarat

ETV Bharat / state

JMC House Tax Department: જામનગર મહાનગરપાલિકાએ 1 લાખના મકાનનો હાઉસ ટેક્સ ફટકાર્યો દોઢ લાખ - JMC હાઉસ ટેક્ષ વિભાગ

જામનગર શહેરના હર્ષદમીલની ચાલીમાં રહેતા મકાન માલિકને જામનગર મહાનગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા 1.54 લાખનો દંડ (Jamnagar House Tax Department )આપવામાં આવ્યો છે. અરજદારે અને પૂર્વ વિપક્ષનાનેતા સહિતના આગેવાનોએ રજૂઆત કરી છે.

JMC House Tax Department: જામનગર મહાનગરપાલિકા દ્વારા એક લાખના મકાનનો હાઉસ ટેક્સ દોઢ લાખ ફટકાર્યો
JMC House Tax Department: જામનગર મહાનગરપાલિકા દ્વારા એક લાખના મકાનનો હાઉસ ટેક્સ દોઢ લાખ ફટકાર્યો

By

Published : Mar 21, 2022, 6:15 PM IST

જામનગર: શહેરના હર્ષદમીલની ચાલીમા રહેતા (jamnagar harshadmil chali)બુધાભાઈ નામના મકાન માલિકને જામનગર મહાનગરપાલિકાનીહાઉસ ટેક્ષ વિભાગ (Jamnagar House Tax Department )દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બુધાભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી કારખાનામાં 280 રૂપિયામાં મજુરી કામ કરે છે અને સાદા મકાનમાં રહે છે. છતાં પણજામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ વિભાગ દ્વારા 1.54નો દંડ ફટકારવામાં આવ્યો છે. અરજદારે આજરોજ જામનગર મહાનગરપાલિકામાં(JMC Corporation)પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનોને રજૂઆત કરી હતી જે અનુસંધાને હાઉસ ટેક્સ વિભાગના ઓફિસરને લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા

ગરીબ માણસોને મસમોટા દંડ -જામનગરમાં હર્ષદમીલની ચાલીએ વિસ્તાર (JMC Corporation)ગણાય છે. જેમાં મોટા ભાગના મજૂરો વસવાટ કરે છે. ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ જામનગર મહાનગરપાલિકાના (JMC House Tax Department)સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જામનગરમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન છે. ગરીબ માણસોને મસમોટા દંડ ફટકારવામાં આવે છે અને ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તથા હોસ્પિટલો ચાલી રહી છે તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

આ પણ વાંચોઃJamnagar Safe Tower: જામનગરના સેફી ટાવરના 100 વર્ષ પૂર્ણ, આજે પણ અડીખમ

મહાનગરપાલિકાએ દોઢ લાખનો દંડ આપ્યો -ETV Bharat સાથેની વાત દરમિયાન મકાનમાલિક બુધાભાઈ જણાવ્યું કે તેઓ 1.54 લાખનો દંડ ભરી શકે તેવી હાલત નથી કારણકે કોરોના સમયમાં પણ તેમની રોજગારી છીનવાઈ ગઈ હતી.જોકે જામનગર મહાનગરપાલિકા હાઉસ ટેક્સ માં ઘટાડો કરે તો તેઓ કરવા માટે તૈયાર છે.

મોટા ઉદ્યોગપતિઓ સામે પગલા લેવામાં આવતા નથી -પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ જામનગર મહાનગરપાલિકાના અણધણ વહીવટ સામે સવાલો ઉભા કર્યા છે. જામનગર મહાનગરપાલિકા હંમેશા ગરીબ વ્યક્તિ ઉપર જુલમ અને બહાદુરી બતાવે છે મોટા ઉદ્યોગપતિઓ અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરી અને તેનું વેચાણ પણ કરી રહ્યા છે તેની સામે મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.

આ પણ વાંચોઃJamnagar Palika General Board meeting: જામનગર જનરલ બોર્ડમાં માત્ર એક ઠરાવ પાસ, વેસ્ટ ટુ એનર્જી મુદ્દે ભારે ધમાલ

ABOUT THE AUTHOR

...view details