જામનગર મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પરુષોત્તમભાઈ ભગવાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જમીન દલાલ તરીકેની કામગીરી કરે છે અને ભુમાફિયા જયેશ પટેલ દ્વારા અવારનવાર ફોન પર ધમકી આપવામાં આવતી હતી.
ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતો બેફામ, પ્રોફેસરના ઘરે કર્યું ફાયરિંગ - CCTV ફૂટેજ
જામનગરઃ શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ બે દિવસ પહેલા એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું. તો ફરી ભૂમાફિયાઓ જયેશ પટેલના સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ડોકટરની કારમાં નુકશાન કર્યું હતું.
મોડી રાત્રે દોઢ વાગ્યે બાઇક પર આવેલા ચાર જેટલા ઈસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બીજો રાઉન્ડ ડોકટરની કાર પર ફાયરિંગ કર્યુ હતું. વહેલી સવારે પ્રોફેસર કોલેજ ગયા હતા અને કોલેજથી આવ્યા બાદ પણ પોતાના ઘરે રહેલા CCTV ફૂટેજ તપાસતા ચાર ઈસમો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતાં.
આમ, જામનગરમાં ફરી ભૂમાફિયા જયેશ પટેલનું ભૂત ધૂણ્યું છે. અવારનવાર પ્રોફેસરને whatsapp પર કુમાવત જયેશ પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી. પુરષોતમભાઈ ભગવાનભાઈ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.