જામનગર: શહેરના જામસાહેબ (માનદ) વિંગ કમાન્ડર શત્રુશલ્યસિંહજી દિગ્વીજયસિંહજી જાડેજાએ ભારતીય વાયુસેના(Indian Air Force) પ્રત્યેના સવિશેષ પ્રેમના કારણે 23 જાન્યુઆરી 1976ના રોજ 18 કેરેટ સોના સહિત હીરા, માણેક અને નિલમથી મઢેલી ‘જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનર’ ભારતીય વાયુસેનાને ભેટ આપી હતી.જામસાહેબ શત્રુશલ્યસિંહ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા 23 જાન્યુઆરી 1976નાં રોજ સૌપ્રથમ વખત 115માં પાયલોટ કોર્સનાં પાયલોટ ઓફિસર સલીમ ઝહીર 14270 F(P) ને જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા
એરફોર્સ એકડેમીમાં પાયલોટ ઓફિસર સર્વપ્રથમ નંબરે આવતા તેને એવોર્ડ તરીકે આપવામાં આવતી હતી
જામસાહેબ ઓફ નવાનગર 'સ્વોર્ડ ઑફ ઓનર’ (Sword of Honor)રત્નજડિત અમૂલ્ય તલવાર છે, કે જે એરફોર્સ એકડેમીમાં કમીશન પ્રાપ્ત કરનારા પાયલોટ ઓફિસર જે સર્વપ્રથમ નંબરે આવતા તેને એવોર્ડ તરીકે આપવામાં આવતી હતી. 1990ના વર્ષમાં આ તલવાર બદલીને ‘ચીફ ઑફ એર સ્ટાફ સ્વોર્ડ ઑફ ઓનર’ આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ અરસામાં થોડા સમય માટે જામસાહેબની તલવાર ગાયબ જણાઈ કે જેને એરફોર્સ એકેડેમીનાં એક ખંતીલા કમાન્ડર એર માર્શલ સુભાષ ભોજવાણી દ્વારા ભારે જહેમત બાદ શોધી કાઢવામાં આવી. આ સ્વોર્ડ ઑફ ઓનરનો એવાર્ડ દર વર્ષે પાસિંગ આઉટ પરેડમાં રોલિંગ ટ્રોફી તરીકે કોર્સને ટોપ કરનારા પાયલોટ ઓફિસરને હાલમાં પણ આપવામાં આવે છે.
મારા મનમાં પ્રશ્ન થયો કે, એ તલવારનું શું થયું હશે?
મારા પૂર્વ અધિકારી J S સિસોદિયા પણ આ અંગે વિશેષ કશું ન કહી શકયા કારણકે તેમણે આ તલવાર વિશેની કોઈ વાત સાંભળી જ ન હતી. થોડો સમય જતાં મને જાણવા મળ્યું કે, તે તલવારને સ્ટીલની પેટીમાં મૂકેલી કાચની પેટીમાં સુરક્ષિત રાખવામાં આવી હતી અને રોલીંગ ટ્રોફી તરીકે દરેક ફ્લાઇગ કોર્મનાં અંતે તે કોર્સના બેસ્ટ ફ્લાઇગ ઓફિસરને સન્માનિત કરવા બહાર કાઢવામાં આવતી હતી. રિવ્યૂગ ઓફિસર (RO) દ્વારા ફ્લાઇગ ઓફિસરને જે સેલ્યુટીંગ ડસ્ક પાસે આ બેસ્ટ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર રનીંગ ટ્રોફી તરીકે સોપવામાં આવતી ત્યારે તેમાંથી કોઈ કિંમતી રત્નો ખરી જમીન પર ન પડી જાય તે માટે તે જગ્યાએ બ્લ્યુ વેલ્વેટનું કપડુ બિછાવવામાં આવતું અને પરેડ પૂરી થયા બાદ વિશ્વાસુ માણસોની નિયુક્તિ કરેલી ટીમ આ વેલ્વેટના ગાલીચાનો ખૂણેખૂણો ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતા લેવાનું મારી સમજણમાં માલૂમ પડે છે.
AFA માંથી ખસેડવામાં ન આવે તે અંગે મજબૂત લેખિત રજુઆત
એકડેમીમાં કોઈ પાસે આ તલવાર કાં રાખવામાં હોઈ શકે તેની ચોક્કસ માહિતી નહોતી. આ કોયડાની પહેલી કડી મને કમ્બાઇન્ડ ગ્રેજયુએશન પરેડ (CGP:Combined Graduation Parade) માંથી મળી જ્યારે મેં આ બાબત અંગે ACM ડી એ લેફાઈન ( પૂર્વ CAS- ચીફ ઓફ એર સ્ટાફ ) સાથે વાતચીત કરી કે કારણ કે, તેઓની CGP માં નિયમિત હાજરી રહેતી તેમણે 90ના દાયકાની શરૂઆતની દઉરની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, ત્યારના CAS (Chief of Air Staff)ACM નિર્મલ પૂરી કે જેઓ છઘ હતા તેમના દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યું હતું કે, તલવારનું ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક મહત્વ હોવાથી તેને લોકો જોઈ શકે તે માટે આ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર ને દિલ્હીનાં પાલમ એરફોર્સ મ્યુઝિયમમાં સ્થળાંતરિત કરવામાં આવે તેમજ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનરથી કેડેટનાં સન્માનને બદલે રોલીંગ ટ્રોફી તરીકે બ્રાસ અને સ્ટીલની પ્રતિકૃતિરૂપી ઓછી કિંમતની તલવાર નિશ્ર્ચિત કરવામાં આવી. આ ટ્રોફી આજના દિવસ સુધી CAS સ્વોર્ડ ઓફ ઓનર તરીકે આપવામાં આવે છે. ACM લેફ્ફન્ટાઈનએ મને જણાવ્યું કે, જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનરનાં આ સ્ટાનફેરના નિર્ણયથી હું વ્યથિત થઈ ગયો હતો. તેમણે અંત CAS ને આ સ્વોર્ડ ઓફ ઓનર, AFA માંથી ખસેડવામાં ન આવે તે અંગે મજબૂત લેખિત રજુઆત પણ કરી હતી. પરંતુ, તેમને કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.
કિસ્મતે જાણે સાથ આપ્યો અને મને એવી કડી મળી
બાદમાં, મારે ઓફિસ કામે દિલ્હી જવાનું થતા મેં ત્યાં એરફોર્સ મ્યુઝિયમની મુલાકાત લીધી જ્યાં મને ઓફિસર ઈન્ચાર્જ દ્વારા કહેવામાં આવ્યું કે, ત્યાં આવી કોઈ કલાકૃતિ ( મૂલ્યવાન તલવાર ) પ્રદર્શનમાં મૂકવામાં આવી નહોતી. ત્યારબાદ મેં ત્યાં નિયુક્તિ પામેલા અન્ય કર્મચારીઓ સાથે પણ આ બાબતની ચર્ચા કરી. કિસ્મતે જાણે સાથ આપ્યો હોય તેમ એક સિવિલિયન કર્મચારી પાસેથી મને એવી કડી મળી કે, આ કિંમતી તલવાર 10 વર્ષ પહેલા મ્યુઝિયમમાં લાવવામાં આવી હતી જેને થોડા જ અઠવાડિયામાં અહીંથી પાછી દ્રાબાદનાં કોઈ યુનિટમાં મોકલી આપવામાં આવી હતી. આ એક ખૂબ મહત્વની કડી હતી દિલ્હીથી પાછા ફરીને મેં તરત જ CAW, ADG ફાકિમપેટ (કોલેજ ઓફ એર વોરફેર, એર ઓફિસર કમાન્ડીંગ) અને સ્ટેશન કમાંડર, બેગમપેટ બંન્નેનો સંપર્ક કરી તેઓનાં સ્ટેશનમાં તલવારની શોધ કરવાનું જણાવ્યું. પરંતુ, કોઈ ખુશીના સમાચાર મને મળ્યા નહીં. અમૂલ્ય જામસાહેબ ઓફ નવાનગર સ્વીર્ડ ઑફ ઓનર જાણે હવામાં ગાયબ થઈ ગઈ હોઈ એવું લાગતું હતું.
અસાધારણ આકારની તિજોરી જોવા મળી
મારી અતિ વ્યસ્તતા વચ્ચે પણ ગાયબ તલવારનાં વિચારો મારા મનમાં જ હતા. ઘણા મહિના બાદ ફરીવાર આશાનું એક કિરણ દેખાયું જે અગાઉની કડીઓ કરતાં પણ વધુ અસરકારક લાગ્યું. (AFA:Air Force Academy)ના શસ્ત્રાગારમાં મુલાકાત સમયે મને દિવાલમાં એક અસાધારણ આકારની તિજોરી જોવા મળી કે જેમાં નાના હથિયારો સાચવી શકાય તેના દરવાજા અંદાજે 4 (ચાર) ફૂટ પહોળા અને 16 થી 18 ઈંચ જેટલા ઉંચા હતા. આ તિજોરી વિશે માહિતી આપતી એક એરમેને મને જણાવ્યું કે, તે ‘CGP તલવાર’ની સુરક્ષા માટે બનાવવામાં આવેલી હો મેં મારા મનમાં વિચાર કર્યો કે, ગાયબ તલવાર ચોક્કસ અહીં જ હશે જે વિસરાયેલી પણ સુરક્ષિત છે.
તિજોરી જોઇ પરંતુ કયારેય ખૂલી નહોતી તેથી તેની અંદર શું હતું તે કહી શકાય નહી
પરંતુ જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે તે ખાલી હતી. મારા ધ્યાનમાં એક વાત આવી કે, આજ માપની કાચની પેટી મારી ઓફિસમાં હતી. બાદમાં તે એરમેને એક બહુ મહત્વની વાત કરી કે, તે થોડા મહિના અગાઉ હકિમપેટ એરફોર્સ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેણે ત્યાં આજ પ્રકારની તિજોરી જોઇ હતી પરંતુ કયારેય ખૂલેલી નહોતી જોઈ. તેથી તેની અંદર શું હતું તે કહી શકાય તેમ નહોતું. આ વિગતોને આધારે, મેં ફરી એકવાર AOC હકિમપેટ એર કમોડોર V K (ચાર્લી) વર્માને હાકિમપેટમાં ખાસ કરીને શસ્ત્રાગારની તિજોરીમાં આ તલવાર અંગે શોધખોળ કરવાની વિનંતી કરી એક કલાકની અંદર જ તેમનો ફોન આવ્યો કે, તિજોરીની અંદર ખાખી કાગળથી વીંટળાયેલું લાંબુ અને સાંકળ પેકેટ જોવા મળ્યું છે જેમાં ખોવાયેલી તલવાર હોઈ શકે. મને લાગ્યું કે, આ સાંભળી હું ખુશીની ચિચિયારીઓથી ઝૂમી ઉઠે!