આ પ્રેમ કહાણી છે જામનગરના ડબાસગ ગામમાં રહેતી હીરલની તનસુખભાઇ વડગામાની. 28 માર્ચના રોજ હીરલની સગાઇ જામગનરના ચિરાગ સાથે થઇ હતી. ઉનાળામાં તેમના લગ્ન લેવાના હતા. બંને પોતાના જીવનની નવી શરૂઆત કરવાના હતા. ત્યાં તો એક અકસ્તાતે બંને સપનાઓને રોળી નાંખ્યા.
હીરલ 11 મેના રોજ ઘરકામ કરતી હતી. ત્યારે બારી પાસે પોતું સૂકવવા જતાં તેને અચાનક હાઇટેન્શન વાયર તૂટીને તેના હાથ પડ્યો. ત્યાં જ તેનો હાથ બળી ગયોને પગાંથી પણ કરંટ પસાર થયો. હીરલની દર્દનાક હાલત જોઇને ઘરના બધા ગભરાઇ ગયા. તેને તાત્કાલિક જામગનરની જી.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ચાર દિવસ થયા હોવા છતાં તેની હાલતમાં કોઇ ફર્ક ન પડતાં તેને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી. પળે પળ હીરલની સ્થિતિ વધુને વધુ દર્દનાક થતી હતી. તેની ચીસોથી દવાખાનું ગુંજી ઉઠ્યું હતુ.
ડૉક્ટરે તેની હાલત જોતા તાત્કાલિક સારવાર શરૂ કરી. ડૉક્ટરે જણાવ્યું કે, કરંટ લાગવાના કારણે હીરલના બંને પગ કાપવા પડશે. આ વાતથી હીરલના પરિવારના પગ તળ્યેથી જમીન ખસી ગઇ. જે દીકરીને થોડા સમય બાદ સાસરે વળાવવાની હતી. તે હવે બીચારી બાપડી બની ઘરમાં ગોદાઇ રહેશે. આ કેવું ભાગ્ય ??